News of Wednesday, 21st May 2025
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લામાં વરસાદ: સૌથી વધુ વિસાવદરમાં 2.44 ઇંચ
વહેલી સવારથી ભરૂચ, સુરત, તાપી, નવસારી, નર્મદા, ડાંગ સહિતના વિસ્તારમાં વરસાદ

અમદાવાદ : ગુજરાતમાં હવામાનનો પલટો આવ્યો છે,છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો, 31 જિલ્લામાં 1 મીમી થી લઇને 62 મીમી સુધી વરસાદ નોંધાયો છે. ખેતરોમાં અને રોડ રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે. જેથી ખેડૂતો અને રાહદારીઓ તેમજ જનતાને તકલીફ પડી રહી છે.
આજે પણ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી ભરૂચ, સુરત, તાપી, નવસારી, નર્મદા, ડાંગ સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના વિસાવદરમાં 2.44 ઇંચ પડ્યો હતો. રાજકોટના કોટડા સાંગાણીમાં 1.85 ઈંચ વરસાદ પડ્યો હતો આમ અમરેલી, નર્મદા, તાપી, પાટણ, બોટાદ, સાબરકાંઠા, અમદાવાદ સહિત અનેક જિલ્લામાં હળવાથી લઇને ભારે વરસાદ પડ્યો હતો.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
