<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

ગિરનાર ક્ષેત્રના વિકાસ માટે રાજય સરકારની પ્રતિબધ્‍ધતા : ભૂપેન્‍દ્રભાઇ પટેલ

ગિરનારના ૧૧૪ કરોડનાં માસ્‍ટર પ્‍લાન સહિતના મુદ્દે ગિરનાર વિકાસ બોર્ડના સભ્‍યો, સંતો, ધારાસભ્‍યની મુખ્‍યમંત્રી સાથે મુલાકાત

 

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૧:  સોરઠના સંતો પૂજ્‍ય  મુકતાનંદજીબાપુ ,  શેરનાથજી બાપુ ,  હરીહરાનંદ ભારતીબાપુ તેમજ પ્રભારી મંત્રી  રાઘવજીભાઈ પટેલ, સાસંદ  રાજેશભાઈ ચુડાસમા , ધારાસભ્‍ય  સંજયભાઈ કોરડીયા , મહાનગર ભાજપ અધ્‍યક્ષ  ગૌરવભાઈ રૂપારેલીયા , ગિરનાર વિકાસ બોર્ડના સભ્‍યો  મહેન્‍દ્રભાઈ મશરૂ,  પ્રદીપભાઈ ખીમાણી ,  શૈલેષભાઈ દવે , યાત્રાધામ વિકાસ બોર્ડ ના પૂર્વ ડાયરેક્‍ટર યોગેન્‍દ્રસિંહ પઢિયારના પ્રતિનિઘીમંડળની સાથે ગિરનારના ૧૧૪ કરોડના માસ્‍ટર પ્‍લાન,  મહાશિવરાત્રી મેળો , ગિરનારની લીલી પરિકમ્‍મા અને આગામી સમયમાં ગિરનાર ડેવલપમેન્‍ટ ઓથોરીટી બનાવવા અંગે તેમજ અન્‍ય મુદ્દાઓ બાબતે પોઝીટીવ ચર્ચા કરી , ગિરનારના વિકાસ માટે સરકારની પ્રતિબધ્‍ધતા વ્‍યક્‍ત કરી હતી.

ગાંધીનગર ખાતે રાજ્‍યના મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ ભાઈ પટેલ સાથે રૂબરૂ મુલાકાત કરી ગિરનારના વિકાસ બાબતે વિગતવાર ચર્ચા કરી હતી.

આ પ્રસંગે જૂનાગઢથી પધારેલા ભારત સાધુ સમાજના પ.પૂ.  મુક્‍તાનંદ બાપુ, ત્રિલોકનાથ આશ્રમના મહંત  શેરનાથજી બાપુ અને ભારતી આશ્રમના મહામંડલેશ્વર  હરિહરાનંદ બાપુ ઉપરાંત જૂનાગઢના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ સંસદ સભ્‍ય રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્‍ય સંજયભાઈ કોરાડિયા મહેન્‍દ્રભાઈ મશરૂ પ્રદીપભાઈ ખીમાણી ગૌરવભાઇ રૂપારેલિયા શૈલેષભાઈ દવે યોગિભાઈ પઢિયાર ઉપસ્‍થિત રહ્યા. ગુજરાતના આધ્‍યાત્‍મિક અને સાંસ્‍કળતિક વારસાના માવજતરૂપ  પવિત્ર તીર્થધામ ગિરનાર પર્વત તથા ભવનાથ તળેટીને વિકસિત કરવા અને સુવિધાઓના વિસ્‍તરણ સંદર્ભે ચર્ચા કરી હતી. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ) (૯.૧૬)

(1:26 PM IST)