News of Wednesday, 21st May 2025
વડોદરામાં PGમાં રહેતા પરપ્રાંતિય યુવક દ્વારા અભદ્ર વીડિયો બનાવી બ્લેક મેઈલીંગ : મહિલાએ પોતાનું જ ઘર છોડવું પડ્યું
હિલાએ યુવકને ઘરમાંથી કાઢી મૂક્યો છતાં જબરજસ્તી રહેવા આવી ગયો:આખરે મહિલાએ પોતાનું મકાન છોડી બહેનના ઘરે આશરો લીધો

વડોદરાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અહીં PGમાં રહેતા પરપ્રાંતિય યુવકે મહિલાને બ્લેક મેઈલ કરી હોવાનું ખૂલ્યું છે. આ યુવકે મહિલાઓના અભદ્ર વીડિયો બનાવી બ્લેક મેઈલીંગ કર્યું હતું. જોકે પેઈંગ ગેસ્ટના ત્રાહિત મહિલાએ પોલીસની મદદ લીધી હતી. જે બાદમાં મહિલાએ પોલીસને ફરિયાદ કરતા યુવક પકડાયો છે
વડોદરામાં મહિલાને પરપ્રાંતીય યુવકને પીજી તરીકે રાખવાનું ભારે પડ્યું છે. જેમાં બ્લેકમેઇલ કરતા યુવકના ત્રાસથી ગોત્રીની મહિલાએ પોતાનું જ ઘર છોડવું પડ્યું છે. વિગતો મુજબ આ ઇસમે મહિલા ઊંઘતી હોય તેવા વીડિયો બનાવી 2 લાખ રૂપિયા માંગ્યા હતા. આ તરફ મહિલાએ યુવકને ઘરમાંથી કાઢી મૂક્યો છતાં જબરજસ્તી રહેવા આવી ગયો હતો. આખરે મહિલાએ પોતાનું મકાન છોડી બહેનના ઘરે આશરો લીધો હતો.
આ તરફ યુવકે ધમકીઓ આપવાનું ચાલુ રાખતા મહિલાએ પોલીસની મદદ માંગી હતી. આ તરફ પોલીસે પણ મહિલાની ફરિયાદને આધારે છટકું ગોઠવી દિવેશ ઉર્ફે દેબુ રવિકાન્ત દ્વિવેદીની ધરપકડ કરી છે. જેમાં મહિલાને જબરદસ્તી બાઈક પર લઈ જવાનો પ્રયાસ કરતા પોલીસે આંતરી લીધો હતો.
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
