News of Wednesday, 21st May 2025
સુરત ભાજપના નેતા અને મિત્ર સામે ગેંગરેપ મામલો, ગેસ્ટ હાઉસમાંથી કોન્ડોમ મળ્યા
ગુજરાતભરમા ચકચાર જગાવનાર મામલામાં ફોરેન્સિક ટીમ મારફત પોલીસે મહત્વના પુરાવા મેળવ્યા : મેડિકલ સ્ટોરના ફૂટેજ પણ મેળવ્યા.. ડુમ્મસને બદલે ઓલપાડ દરિયા કિનારે ગયેલ, કપલ ગણાવી એક રૂમ પોતાના સાથે બીજા મિત્ર માટે રાખેલ, એક રૂમમાંથી બીજા રૂમમા કોણ કોણ ગયા તે ફૂટેજ મેળવવા સાથે ૧૬૪ મુજબ યુવતિનુ નિવેદન લેવાયું : પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત તમામ અપડેટ મેળવી રહ્યાં છે, એડી પોલીસના માર્ગદર્શનમાં પીઆઇ ડી.જી.રબારી ટીમ દ્વારા પૂરાવાની સાંકળ ગૂંથવા અથાગ જહેમત

રાજકોટ, તા.૨૧: સુરતમાં ભાજપના અગ્રણી અને વોર્ડ મહામંત્રી અને તેના મિત્ર દ્વારા એક ગેસ્ટ હાઉસમાં ઠંડા પીણાંની બોટલમાં કેફી પદાર્થ નાખી ગેંગ રેપ કરવાના ગુજરાતભરમાં ચકચારી મામલામાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સમગ્ર મામલાની ઊંડી અને ફોરેન્સિક તપાસ કરવા આપેલ સૂચના મુજબ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
ડીસીપી એડી પલીસ કમિશનરનાના માર્ગદર્શન હેઠળ સમગ્ર તપાસનું સુકાન સંભાળતા સુરતના જહાંગીરપૂરા પીઆઇ ડી.જી. રબારીએ અકિલા સાથેની વાતચીતમાં આરોપી આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવ દ્વારા યુવતી સાથે ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા થયા બાદ લાંબા સમયથી ડુમ્મસ દરિયા કિનારે ફરવા જવા ઓફર કરેલ. આખરે યુવતી ત્યાર થયા બાદ યુવતિએ પોતાની ફ્રેન્ડને પણ સાથે લેશે તેમ જણાવેલ. ડુમ્મસને બદલે આરોપીઓ ઓલપાડ નજીક દરિયા કિનારે ફરવા લય ગયેલ. અહીં જેની સાથે મિત્રતા થયેલ તેને ઠંડા પીણાંની ઓફર કરેલ. યુવતી સાથે આવેલ તેની ફ્રેન્ડ ફકત પાણી જ પીધેલ.
પાણી પીનાર યુવતીએ પોતાને ઘેર કામ હોવાનું જણાવતા તેને ઘેર ઉતારી હતી. જયારે ઠંડા સાથે કેફી પદાર્થ પીનાર યુવતી અર્ધ હોશમાં હતી, આથી એક ગેસ્ટ હાઉસમાં પોહચી બંને કપલ. માટે એક તથા મિત્ર માટે એક રૂમ રાખેલ. મેડિકલ સ્ટોરમાંથી કોન્ડોમ પણ મેળવેલ.
પોલીસ અને ફોરેન્સિક ટીમની તપાસમાં કોન્ડોમ પણ મળી આવવા સાથે મેડિકલ સ્ટોરના સીસીટીવી ફૂટેજમાં પણ કોન્ડોમ ખરીદતાં દેખાતા હોવા દેખાય રહ્યા છે. મોબાઈલ લોકેશન સાથે કાર પણ પોલીસ કમાન્ડ સેન્ટરમાં જ્યાં જયા પસાર થયેલ છે, તે દેખાય છે યુવતીના ૧૬૪ મુજબ નિવેદન પણ લેવડાવ્યા છે રિમાન્ડ દરમ્યાન અન્ય યુવતી સાથે આવા કળત્ય કર્યા છે કે કેમ? તે પણ બહાર આવશે તેમ તપાસનીશ પીઆઈ જણાવે છે.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
