<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

ડીગ્રી એન્‍જીનીયરીંગ કોલેજમાં પ૦%થી વધુ બેઠકો ખાલી રહેશે

ડીગ્રી ઇજનેરીમાં ૭૯પ૪૪ બેઠક માટે માત્ર ૩૯રરપ છાત્રોનું રજીસ્‍ટ્રેશન ખાનગી યુનિવર્સિટીમાં નોંધપાત્ર વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્‍યોઃ તા. ૩ જુને પ્રોવીઝનલ મેરીટ લીસ્‍ટઃ તા. ૩ થી ૬ દરમ્‍યાન મોક રાઉન્‍ડ અને તા. ૭ જુને ફાઇનલ મેરીટ લીસ્‍ટ જાહેર થશે

રાજકોટ તા. ર૧: દર વર્ષની જેમ આ વર્ષે પણ એન્‍જીનીયરીંગ અભ્‍યાસમાં વિદ્યાર્થીઓએ ઓછી ઉત્‍સુકતા દર્શાવી છે. ડીગ્રી ઇજનેરી ફાર્મસીમાં પ્રવશે માટે રજીસ્‍ટ્રેશનની મુદત પૂર્ણ થઇ છે. ચાલુ વર્ષે ઇજનેરી વિદ્યાર્થીની કુલ ૭૯પ૪૪ બેઠકો માટે રજીસ્‍ટ્રેશન હાથ ધરાયું હતું. તેમાં ગઇકાલે રજીસ્‍ટ્રેશનની મુદત પૂર્ણ થતા વિવિધ કેટેગરીમાં માત્ર ૩૯રરપ છાત્રોએ રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું છે.

ર૦ર૪-રપના શૈક્ષણીક વર્ષની સરખામણીએ ર૦રપ-ર૬ના શૈક્ષણીક વર્ષમાં ઓછું રજીસ્‍ટ્રેશન થયું છે. રજીસ્‍ટ્રેશનમાં ર૮૧૦૪ વિદ્યાર્થીઓ અને ૧૧૧ર૧ વિદ્યાર્થીઓની સંખ્‍યા નોંધાઇ છે.

ડીગ્રી એન્‍જીનીયરીંગ ફાર્મસીમાં પ્રવેશ માટે ચાલુ વર્ષે ગુજરાત માધ્‍યમિક-ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડમાંથી ઉતીર્ણ થયેલ ર૯ હજાર છાત્રોએ રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું છે. ઉપરાંત  CBSE ના ૭ર૦૦ વિદ્યાર્થીઓએ રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું છે. જયારે અન્‍ય રાજયના ૧૪૬ર વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું છે.

ગુજરાતની સરકારી-ગ્રાન્‍ટેડ કોલેજની તમામ બેઠકો અને ખાનગી કોલેજની પ૦ ટકા ઉપરાંત મેનેજમેન્‍ટની બેઠકો પર પ્રવેશ સમિતિએ પ્રવેશ કાર્યવાહી હાથ ધરનાર છે. ચાલુ વર્ષ ૧૬ સરકારી, ૩ ગ્રાન્‍ટેડ કોલેજો મળીને ૧૦૯પ૭, ૧ ઓટોનોમીમ કોલેજની ૧પ૬, ૧ર૦ સ્‍વનિર્ભર કોલેજોની ૬૭૬પ૪ બેઠકો મળી કુલ ૭૯પ૪૪ બેઠકો ઉપર રજીસ્‍ટ્રેશન પ્રક્રિયા હાથ ધરાઇ હતી.

ગત વર્ષ ૪૩૬૧૬ છાત્રોએ ડીગ્રી એન્‍જીનીયરીંગમાં પ્રવેશ લીધો હતો. ર૦રપ-ર૬ના વર્ષમાં રજીસ્‍ટ્રેશનનજ માત્ર ૩૯રરપ છાત્રોનું થયું છે.

આગામી તા. ૩ જુનના પ્રોવીઝનલ મેરીટ લીસ્‍ટ જાહેર થશે. તા. ૭ જુને ફાઇનલ મેરીટ લીસ્‍ટ જાહેર થશે.

ગુજરાત રાજયની ઇજનેરી કોલેજ સામે ખાનગી યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓએ તગડી ફી ભરીને પ્રવેશ મેળવી રહ્યા છે.

(4:26 PM IST)