News of Wednesday, 21st May 2025
ગુજરાત સરકારનો 'જ્ઞાનકોષ' વિસ્તૃત કરવા ક્રાંતિકારી પગલું : અધિકારીઓના રાજ્ય બહારના તાલીમ ભથ્થામાં 140%નો જંગી વધારો!
હવે ગુજરાતના બાબુઓ વિશ્વભરમાંથી શ્રેષ્ઠ જ્ઞાન મેળવી શકશે; દૈનિક ₹૫,૦૦૦ થી સીધા ₹૧૨,૦૦૦ : વહીવટી કાર્યક્ષમતામાં ધરખમ સુધારો લાવવાનો લક્ષ્ય

ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રને વધુ કાર્યક્ષમ અને આધુનિક બનાવવા માટે એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે! નાણા વિભાગે બહાર પાડેલા એક મહત્વપૂર્ણ નિર્દેશ મુજબ, હવે ગુજરાતના અધિકારીઓ અને કર્મચારીઓ માટે રાજ્ય બહારના તાલીમ કાર્યક્રમો, સેમિનાર અને કોન્ફરન્સમાં ભાગ લેવા માટેના દૈનિક ભથ્થામાં 140% નો આશ્ચર્યજનક વધારો કરવામાં આવ્યો છે. અગાઉ દૈનિક ₹૫,૦૦૦ મળતા હતા, તે હવે સીધા ₹૧૨,૦૦૦ કરી દેવાયા છે.
આ નિર્ણયને લીધે હવે departmental officer હોય કે કોઈ board અથવા corporation ના મેનેજિંગ ડિરેક્ટર હોય, તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરના સેમિનાર અને ઉચ્ચ નોંધણી ફી ધરાવતા તાલીમ કાર્યક્રમોમાં કોઈપણ આર્થિક અવરોધ વિના ભાગ લઈ શકશે. આ નિર્ણય વહીવટી તંત્રમાં 'knowledge-sharing' અને 'skill-enhancement'ને વેગ આપશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
જ્ઞાનની કોઈ સીમા નહીં: નવી નીતિ, નવા અવસરો
નાણા વિભાગના નાયબ સચિવ ડો. નિસર્ગ વી. જોષી દ્વારા જાહેર કરાયેલા આ નિર્દેશ મુજબ, રાજ્યની જૂની 'આઉટ-ઓફ-સ્ટેટ' તાલીમ નીતિમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. હવે આ નીતિ માત્ર તાલીમ કાર્યક્રમો પૂરતી સીમિત નથી, પરંતુ તેમાં ઉચ્ચ કક્ષાના સેમિનાર, સ્ટડી ટૂર અને કોન્ફરન્સનો પણ સમાવેશ થાય છે. અગાઉ પાંચ દિવસની તાલીમ યાત્રા માટે મહત્તમ ₹૨૫,૦૦૦ (પ્રતિ દિન ₹૫,૦૦૦) મળતા હતા, તે હવે નવી જોગવાઈ હેઠળ પાંચ દિવસ માટે ₹૬૦,૦૦૦ સુધી થઈ શકશે. જોકે, અધિકારીઓએ તેમના eligibility class મુજબ જ પ્રવાસ કરવાનો નિયમ યથાવત રખાયો છે.
આ સુધારા પાછળ સરકારનો મુખ્ય હેતુ એ છે કે, ગુજરાતના અધિકારીઓ વિશ્વના શ્રેષ્ઠતમ વહીવટી મોડેલો, નવીનતમ ટેકનોલોજી અને કાર્યપદ્ધતિઓથી વાકેફ થાય. આનાથી રાજ્યના વહીવટી તંત્રમાં આધુનિકતા, કાર્યક્ષમતા અને પારદર્શિતા આવશે.
આ નિર્દેશમાં કેટલીક મહત્વની શરતો પણ મૂકવામાં આવી છે:
* તાલીમ કાર્યક્રમ, સેમિનાર કે સ્ટડી ટૂર અધિકારીના કાર્યક્ષેત્રને સંબંધિત હોવા જોઈએ.
* દરેક કાર્યક્રમમાં વધુમાં વધુ બે સહભાગીઓને જ મંજૂરી મળશે, જેથી ગુણવત્તા જળવાઈ રહે.
* તમામ મંજૂરીઓ સામાન્ય વહીવટ વિભાગની તાલીમ નીતિ સાથે સુસંગત હોવી જોઈએ.
* આ નીતિની બહારની કોઈપણ રાજ્ય બહારની યાત્રા માટે નાણા વિભાગની પૂર્વ મંજૂરી ફરજિયાત રહેશે.
આ નિર્ણય ગુજરાતના અધિકારીઓને 'સિમલેસ ગવર્નન્સ' અને 'પ્રોગ્રેસિવ એડમિનિસ્ટ્રેશન'ની દિશામાં આગળ વધવામાં મદદરૂપ થશે. નિષ્ણાતો માની રહ્યા છે કે આ પગલું રાજ્યની શાસન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે અને ભવિષ્યમાં નાગરિકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવામાં મદદરૂપ થશે. (ધ સેક્રેટરીયટઈન માંથી સાભાર)
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
