<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

સિંહોની ગણતરીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ,સંવર્ધન - સંરક્ષણ માટે સરકાર કટીબધ્‍ધઃ મૂળુભાઇ

ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રીની અકિલા સાથે વાતચીતઃ ‘પ્રોજેકટ લાયન'નો અમલ

 

 

રાજકોટ તા. ર૧: ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઇ બેરાએ ગુજરાતમાં સિંહોની સંખ્‍યામાં નોંધપાત્ર વધારા અંગે ખુશી વ્‍યકત કરી રાજયના ગૌરવરૂપ સિંહોના ઉછેર અને રક્ષણ માટે સરકાર કટીબધ્‍ધ હોવાનું જણાવ્‍યું હતું.

આજે શ્રી મૂળુભાઇ બેરાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે સિંહોની વસતી ગણતરી માટે અગાઉ કરતા આ વખતે વધુ સ્‍ટાફ ફાળવવામાં આવેલ. આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સિંહોની સંખ્‍યા અંગે બારીકાઇથી નિરીક્ષણ કરવામાં આવેલ. ૧૧ જિલ્લાઓના પ૮ તાલુકાઓના વિસ્‍તારો આવરી લેવામાં આવેલ. સરકારના કાર્યમાં સ્‍થાનિક લોકોનો ઘણો સહકાર મળ્‍યો હતો. સિંહો માટે જરૂરી સુવિધા અને સંરક્ષણની વ્‍યવસ્‍થા સરકારે કરી છે. રાજયમાં સિંહોની વસ્‍તી વધીને ૮૯૧ એ પહોશ્રંચી તે ખુશીની બાબત છે. સિંહ સંરક્ષણ અને સંવર્ધન માટે સરકાર પૂરતા પગલા લઇ રહી છે. કેન્‍દ્રના પ્રોજેકટ લાયન હેઠળ રાજય સરકાર આગળ વધી રહી છે.

ર૦૦૧માં સિંહની સંખ્‍યા ૩ર૭, ર૦૦પમાં ૩પ૯, ર૦૧૦માં ૪૧૧, ર૦૧પમાં પર૩ અને ર૦ર૦માં ૬૭૪ હતી તે હવે વધીને ૮૯૧ થઇ છે. વ્‍યકિતગત ઓળખમાં મદદ થાય તે હેતુથી ફોટોગ્રાફસ લેવા માટે ડિજિટલ કેમેરા, કેમેરા ટ્રેપ્‍સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. અમુક સિંહોને રેડિયો કોલર પણ પહેરાવવામાં આવ્‍યા હતા જેથી તે સિંહ તેમજ તેના ગૃપનું લોકેશન મેળવવામાં મદદ મળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજય સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે ડાયરેકટ બીટ વેરિફિકેશન એટલે કે બ્‍લોક કાઉન્‍ટ પદ્ધતિથી સિંહની વસ્‍તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ વર્ષે તારીખ ૧૦ થી ૧૩ મે દરમિયાન ૧૧ જિલ્લાના પ૮ તાલુકાના ૩પ હજાર ચોરસ કિ.મી. વિસ્‍તારમાં વનકર્મીઓ અને સરપંચો, ગ્રામજનો સહિત ૩૮પ૪નું માનવ બળ આ કામગીરીમાં જોડાયું હતું. મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે આ વસ્‍તી અંદાજોના આંકડાઓની જાહેરાત કરી તે અવસરે વન મંત્રી શ્રી મૂળુભાઇ બેરા, રાજય મંત્રીશ્રી મુકેશ પટેલ, મુખ્‍ય સચિવશ્રી પંકજ જોષી, મુખ્‍યમંત્રીશ્રીના અધિક મુખ્‍ય સચિવ શ્રી એમ. કે. દાસ પણ ઉપસ્‍થિત રહ્યા હતા. (૭.૩૯)

(3:36 PM IST)