<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ વિસનગર માર્કેટ યાર્ડમા 1592 રૂપિયા સુધી બોલાયો: જાણો 27 યાર્ડના શું રહ્યા ભાવ

ગુજરાતના 27 માર્કેટ યાર્ડમાં કુલ 673.33 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ : આજે ગુજરાતના 27 માર્કેટ યાર્ડમાં કુલ 673.33 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ વિસનગર માર્કેટ યાર્ડમા 1592 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1537 રૂ. જ્યારે નીચો ભાવ 1411 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બોટાદમાં 1570 રૂ., જસદણમાં 1565 રૂ., અમરેલીમાં 1554 રૂ., ચોટીલામાં 1550 રૂ., બગસરામાં 1546, ગોંડલમાં 1521 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

 

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 673.33 ટન કપાસની આવક થઇ છે.

(10:18 PM IST)