બિહારમાં બપોર સુધીમાં અંદાજે ૫૦ ટકા મતદાનઃ અનેક દિગ્ગજોનું ભાવિ દાવ પર : ૧૨૧ બેઠકો પર મતદાન ચાલુઃ અનેક જગ્યાએ ઈવીએમ બગડયાઃ મતદાન દરમ્યાન ખલેલ પહોંચાડવા બદલ ૮ની ધરપકડ : લાલુ પરિવાર સહિત અનેક નેતાઓએ કર્યુ મતદાનઃ મતદારોમાં ભારે ઉત્સાહઃ ગોપાલગંજ અને લખીસરાયમાં સૌથી વધુ મતદાનઃ પટણા-દરભંગામાં સૌથી ઓછું2:45 PM IST
૧૫ નવેમ્બરે ડેડિયાપાડામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ 'જનજાતીય ગૌરવ વર્ષ'ની ઉજવણી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શુક્રવારે અંબાજીથી 'જનજાતીય ગૌરવ યાત્રા'નો શુભારંભ કરાવશે : ૧૪ આદિજાતિ જિલ્લાઓ સહિત રાજ્યભરમાં જનજાગૃતિનો સંદેશો : ૭ થી ૧૩ નવેમ્બર દરમિયાન અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર રૂટ પર પ્રસ્થાન : રથયાત્રામાં આરોગ્ય કેમ્પ, સેવાસેતુ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાષ્ટ્ર કક્ષાની ઉજવણી7:40 PM IST
પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર ફરી હુમલો: સરહદી વિસ્તારોમાં ભય અને તણા : કંદહારના સ્પિન બોલ્ડાક જિલ્લામાં યુદ્ધવિરામનો ભંગ, નાગરિક વિસ્તાર નિશાન બન્યો : ઈસ્તાંબુલ મંત્રણા વચ્ચે સરહદ પર તણાવ: શાંતિ વાટાઘાટોના ત્રીજા રાઉન્ડ સમયે જ પાકિસ્તાની સેનાએ મોર્ટારમારો કર્યો; તાલિબાને 'ઉશ્કેરણીજનક' કૃત્ય ગણાવ્યું11:48 PM IST
પંજાબ કોંગ્રેસના પ્રમુખ અને તેમના પરિવારને મારી નાખશું :તમને પણ મારી નાખશું :પાકિસ્તાનના એક ખાલિસ્તાની આતંકવાદીએ ધમકી આપી. : પંજાબના તરનતારન વિધાનસભા મતવિસ્તારમાં રાજકારણ ગરમાયુ :પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાની આતંકવાદી હરવિંદર સિંહ રિંડાએ પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને વર્તમાન સાંસદ અમરિંદર સિંહ રાજા વારિંગ અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી 11:28 PM IST
બોલિવૂડ અને સંગીત જગતને લાગ્યો વધુ એક આંચકો : વીતેલા જમાનાની વિખ્યાત અભિનેત્રી અને પીઢ ગાયિકા સુલક્ષણા પંડિતનું ૭૧ વર્ષની વયે મુંબઈમાં નિધન : મહાન શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનાં ભત્રીજી અને સંગીતકાર જતિન-લલિતનાં બહેન સુલક્ષણા પંડિતે નાણાવટી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા : છેલ્લા ૧૬ વર્ષથી પથારીવશ હતાં : 'સંકલ્પ' ફિલ્મના ગીત માટે જીત્યો હતો ફિલ્મફેર એવોર્ડ11:33 PM IST
બિહાર ચૂંટણીમાં ભાવુક દ્રશ્યો: રાહુલ ગાંધીની રેલીમાં કોંગ્રેસના ઉમેદવાર ઈરફાન આલમ મંચ પર જ રડી પડ્યા: ટિકિટ વિવાદથી ઘેરાયેલા છે : આ બેઠક પરથી કોંગીના વર્તમાન ધારાસભ્ય અફાક આલમની ટિકિટ કાપીને ઇરફાન આલમને ટિકિટ આપી છે: અફાકે જાહેરમાં આરોપ લગાવ્યો હતો કે સાંસદ પપ્પુ યાદવની ભલામણ પર આ ટિકિટ કરોડો રૂપિયામાં 'વેચવામાં' આવી છે9:16 PM IST
બિહાર ચૂંટણીમાં ભારે તણાવ: નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાના કાફલા પર હુમલો, ચપ્પલ-પથ્થર અને છાણ ફેંકાયા; ચૂંટણી પંચનો કડક કાર્યવાહીનો આદેશ : સિન્હા જ્યારે મતદાન મથકની મુલાકાતે જઈ રહ્યા હતા, ત્યારે તેમના કાફલાને ઘેરી લેવામાં આવ્યો હતો: તેમણે આક્ષેપ કર્યો કે ખોરિયારી ગામના બૂથ નંબર ૪૦૪ અને ૪૦૫ પરથી તેમના એજન્ટોને ભગાડી દેવાયા''તા9:08 PM IST
કેનેડાએ તેના વિઝા નિયમોમાં કર્યા ફેરફાર :ભારતીય વિદ્યાર્થીઓને કરશે અસર : 2026-2028 માટે તેનો નવો ઇમિગ્રેશન પ્લાન જાહેર : આગામી ત્રણ વર્ષમાં દર વર્ષે આશરે 3,80,000 કાયમી રહેવાસીઓને પ્રવેશ આપશે : તેનો હેતુ કામચલાઉ રહેવાસીઓનો હિસ્સો વસ્તીના 5% કરતા ઓછો કરવાનો : કામદારો માટે પણ નિયમો કડક બનાવાયા 6:56 PM IST
ED એ સુરેશ રૈના અને શિખર ધવનની સંપત્તિ જપ્ત કરી : 1xBet સટ્ટાબાજી કેસમાં મોટી કાર્યવાહી : સુરેશ રૈના અને શિખર ધવનની ₹11.14 કરોડ (આશરે $1.14 બિલિયન) ની સંપત્તિ જપ્ત કરી : ED ની તપાસ ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ 1xBet સંબંધિત અનેક રાજ્યોમાં પોલીસ દ્વારા દાખલ કરાયેલી FIR પર આધારિત છે6:53 PM IST
આજના યુવાઓએ બંધારણનું રક્ષણ કરવું જોઈએ : ચૂંટણી ચોરી રોકવાની જવાબદારી અમારી : રાહુલ ગાંધીએ બિહારના પૂર્ણિયામાં ચૂંટણી રેલીને સંબોધિત કરી : મહાગઠબંધન સરકાર બન્યા બાદ શિક્ષણ પર ખાસ ધ્યાન આપવામાં આવશે : મત ચોરીનો મુદ્દો ફરી ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બિહારમાં લાખો લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા6:56 PM IST
T20 વર્લ્ડ કપ 2026નો પ્લાન લીક : ફાઇનલ અમદાવાદમાં યોજાશે : પાકિસ્તાનની મેચો શ્રીલંકામાં રમાશે, જ્યારે ટુર્નામેન્ટની બાકીની મેચો ભારતમાં રમાશે : ICC સંભવિત શેડ્યૂલનો પ્રસ્તાવ મૂક્યો : આ ટુર્નામેન્ટ ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે યોજાશે : BCCIએ અમદાવાદ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ અને મુંબઈની પસંદગી કરી 6:51 PM IST
અજિત પવારનો પરિવાર મુશ્કેલીમાં : પવારના પુત્ર પાર્થના કથિત જમીન કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી ફડણવીસે કાર્યવાહી કરી : પુણેમાં ₹1,804 કરોડની જમીન માત્ર ₹300 કરોડમાં વેચાઈ હોવાના આરોપો : મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારના પુત્ર પાર્થ પવાર સામેના કથિત જમીન કૌભાંડના આરોપોની તપાસના આદેશ આપ્યા: ફડણવીસે જણાવ્યું હતું કે જે માહિતી બહાર આવી છે તે ગંભીર છે. સરકારે તહસીલદાર અને રજિસ્ટ્રારને સસ્પેન્ડ કર્યા છે.6:50 PM IST
8 મિનિટમાં 900 કરોડની ચોરી : નબળા પાસવર્ડને કારણે ફ્રાન્સના લૂવર મ્યુઝિયમમાં ધોળા દિવસે ચોરી થઈ : અમૂલ્ય દાગીનાની ચોરીએ હવે એક નવો વળાંક લીધો છે, જેનાથી મ્યુઝિયમની સુરક્ષા પર પ્રશ્નો ઉભા થયા : મ્યુઝિયમમાં અસંખ્ય સાયબર સુરક્ષા અને જાળવણી સમસ્યાઓ હતી : દાયકાઓથી ચાલી રહેલી આ સમસ્યાઓની ઘણી વખત જાણ કરવામાં આવી હતી પરંતુ ક્યારેય તેનો સંપૂર્ણ ઉકેલ લાવવામાં આવ્યો ન હતો6:48 PM IST
નેપાળ બાદ પાકિસ્તાનમા Gen-zનો ગુસ્સો ફાટી નીકળ્યો! શું શાહબાઝ-મુનીરનું શાસન પતન કરશે? : પીઓકેમાં વિદ્યાર્થીઓએ ફીમાં વધારો, ડિજિટલ મૂલ્યાંકન પ્રણાલી અને નબળી શૈક્ષણિક સુવિધાઓ સામે મોટા પાયે વિરોધ પ્રદર્શનો કર્યા : શરૂઆતમાં શાંતિપૂર્ણ, એક અજાણ્યા બંદૂકધારીએ ગોળીબાર કર્યા બાદ આ વિરોધ હિંસક બન્યો: વિદ્યાર્થીઓએ શાહબાઝ શરીફ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને ટાયરો બાળ્યા6:46 PM IST
બંગાળની ખાડીમાં વધુ એક ‘ડીપ ડિપ્રેશન' નું સંકટઃ રવિવાર સુધી ઉત્તરાખંડ સહિત ૭ રાજયોમાં ભારે વરસાદનું એલર્ટઃ ગુજરાતમાં હવે માવઠાનો અંત, ૭ દિવસમાં ઠંડીનો પારો ૨ થી ૪ ડિગ્રી ગગડશે : ઉત્તરપ્રદેશ, દિલ્હી- એનસીઆરમાં વાતાવરણ સુકું રહેશે તો બિહાર, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે વરસાદ 2:47 PM IST
*સમાચારો ઉડતી નજરે*10:55 AM IST
વર્લ્ડ કપ ચેમ્પિયન હરમન 'સેના'એ PM મોદી સાથે કરી મુલાકાત : જીતનો જશ્ન મનાવ્યો અને 'Namo 1' લખેલી હસ્તાક્ષરવાળી જર્સી ભેંટ કરી : હરમાનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમે લોક કલ્યાણ માર્ગ ખાતે PM મોદીનું કર્યું સન્માન : PM એ ટીમની જીત, કમબેક અને દીપ્તિ શર્માના 'જય શ્રી રામ'ના પોસ્ટની ચર્ચા કરી - 'ફિટ ઇન્ડિયા' અને યુવા છોકરીઓને પ્રેરણા આપવા કર્યો અનુરોધ9:16 PM IST
દેશની ૯૦% વસ્તી દલિત, પછાત અને લઘુમતી છે, જ્યારે ૧૦% લોકો સેના અને મોટી કંપનીઓ પર નિયંત્રણ રાખે છે: રાજનાથ સિંહે રાહુલ ગાંધીના દાવાનો વિરોધ કર્યો અને કહ્યું કે આપણી સેનાને રાજકારણમાં ન ખેંચો : રાજનાથ સિંહે રાહુલના આરોપોનો વળતો પ્રહાર કરતા કહ્યું કે ભાજપ અનામતને સમર્થન આપે છે, પરંતુ સેનાના જવાનોનો એક જ ધર્મ છે : 9:00 PM IST
પરમાણુ બટનથી લઈને હુમલો કરવાના નિર્ણય સુધી...અસીમ મુનીર સુપર પીએમ બનશે: જેનો પાકિસ્તાન પર સંપૂર્ણ નિયંત્રણ રહેશે! હવે મુનીર ઝાલ્યો નહીં રહે : શરીફ સરકાર પાકિસ્તાનમાં 27મો સુધારો રજૂ કરીને સેનાને સર્વોચ્ચ બનાવવાની તૈયારીમાં : અસીમ મુનીર પાકિસ્તાનના દેશના પ્રથમ ફિલ્ડ માર્શલ બનશે અને તેમને અમર્યાદિત સત્તાઓ મળશે : નવો કાયદો લાગુ થશે તો પાકિસ્તાની સેનાને સરકારની સલાહ લેવી નહીં પડે 9:01 PM IST
રાહુલ ગાંધીનો 'H બૉમ્બ' થયો ફેલ? PPT માં ઉલ્લેખિત મહિલાનો જ વીડિયો સામે આવ્યો, 'મત ચોરી'ના દાવાને ગણાવ્યો ખોટો : સોનપતની રહેવાસી અંજલિ નામની મહિલાનો સ્પષ્ટ ઇનકાર - "મારું નામ કઢાયું નથી, કાર્ડમાં મારા ગામનું જ નામ છે, કોઈ મત ચોરી થઈ નથી" : ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ વીડિયો શેર કરીને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા9:02 PM IST
બ્રિટિશ મૌલાના શમસુલ હુદા ખાને યુપીમાં યુકે ફંડની દલાલી કરી : પાકિસ્તાની કનેક્શનનો પર્દાફાશ : મદરેસા સીલ : યુપી એટીએસ તપાસમાં મોટો ખુલાસો : બ્રિટિશ નાગરિકતા હોવા છતાં ભારતમાં મદરેસા ચલાવતા મૌલાના શમસુલ હુદા ખાન પર પાકિસ્તાની કનેક્શન, છેતરપિંડી અને વિદેશી ભંડોળના દુરુપયોગના ગંભીર આરોપો : વિદેશી હૂંડિયામણ કાયદાના ઉલ્લંઘન અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓના આરોપો હેઠળ FIR નોંધી9:04 PM IST
મેસ્સી મેનિયા ભારતમાં: GOAT ટૂરનું અપડેટેડ શેડ્યૂલ જાહેર, મુંબઈની ટિકિટોનો ધડાકો; કોચી રદ, હૈદરાબાદનો ઉમેરો: મેસ્સીની વૈશ્વિક બ્રાન્ડ સાથે ભારતીય ફૂટબોલ ચાહકોને જોડવાની એક દુર્લભ તક : લિયોનેલ મેસ્સીની મુલાકાત ૧૩ ડિસેમ્બરથી શરૂ થશે; મુંબઈમાં વાનખેડે ખાતે 'માસ્ટરક્લાસ' અને સેલિબ્રિટી પરફોર્મન્સ, ₹૬,૯૮૦ થી શરૂ થતી ટિકિટો વેચાઈ ગઈ9:41 PM IST
'ન્યાયપાલિકા પાસે ન તો તલવારની તાકાત છે કે ન તો શબ્દોની': CJI બી.આર. ગવઈએ લોકશાહીના અંગોના સહયોગ પર ભાર મૂક્યો : મુંબઈમાં MNLU ના કાર્યક્રમને સંબોધન; કાયદાકીય શિક્ષણ અને સામાજિક ન્યાયમાં વકીલોની ભૂમિકા પર ભાર: તેમણે બાબા સાહેબ આંબેડકરના શબ્દોને યાદ કર્યા: "એક વકીલ એક સામાજિક એન્જિનિયર પણ છે જે સામાજિક ન્યાયને વાસ્તવિકતામાં બદલે છે."9:50 PM IST
એન્ટિબાયોટિક્સ દવાઓનો ખેલ ખતમ થશે! વૈજ્ઞાનિકોએ કોઈ આડઅસર વિનાનું એક અનોખું ઉત્પાદન શોધી કાઢ્યું: યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસના વૈજ્ઞાનિકોએ એન્ટિમાઇક્રોબાયલ પેપ્ટાઇડ્સનું સંશોધન કર્યું : આ એન્ટિમાઇક્રોબાયલ પેપ્ટાઇડ્સ પ્રતિકાર પેદા કર્યા વિના સૅલ્મોનેલા અને ઇ. કોલી જેવા જીવલેણ ખોરાકજન્ય બેક્ટેરિયાનો ખાત્મો બોલાવી શકે : આ બંને બેક્ટેરિયા મુખ્ય ખોરાકજન્ય બીમારીઓ માટે જવાબદાર 11:05 PM IST
કાશી ૨૫ લાખ દીવાઓથી ઝળહળી ઉઠ્યું : ૮૪ ઘાટ અદભુત લેસર શોથી અભિભૂત : મુખ્યમંત્રી યોગીએ માતા ગંગાની આરતી કરી : ગંગા કિનારે "હર હર મહાદેવ" ના નાદ સાથે દીવા પ્રગટાવ્યા : દશાશ્વમેઘ ઘાટ પર 'અમર જવાન જ્યોતિ' ની પ્રતિકૃતિ સ્થાપિત કરવામાં આવી હતી, જે ધર્મની સાથે રાષ્ટ્રવાદનો સંદેશ આપે છે : કારગિલ યુદ્ધના બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી11:05 PM IST
પાકિસ્તાનની પૂંછડી વાંકી ને વાંકી ! ઓપરેશન સિંદૂરના છ મહિના પછી પણ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જમ્મુ - કાશ્મીરમાં હુમલાઓ કરવાનું ષડ્યંત્ર કરી રહ્યા છે : ISI એ આતંકવાદી નેતાઓને ભારત વિરુદ્ધ ભડકાઉ ભાષણો આપવા ઉશ્કેર્યા : આતંકવાદી નેતાઓ ISI અને સૈન્યથી પણ હતાશ છે કારણ કે તેઓ તેમના કર્મચારીઓનું રક્ષણ કરવામાં અસમર્થ : ISI હાલમાં નુકસાન નિયંત્રણ મોડમાં : સેના અને ISI એ આતંકવાદી નેતાઓનો સંપર્ક કર્યો અને તેમને ખાતરી આપી કે તેઓ ખુલ્લેઆમ તેમના ઓપરેશન શરૂ કરી શકે છે11:06 PM IST
ફ્રાન્સમાં ડ્રેગન સેક્સ ડોલ અંગે હોબાળો : મેક્રોને ચીની ફાસ્ટ-ફેશન કંપની શીનની વેબસાઇટ વિરુદ્ધ કાર્યવાહી કરી : કંપનીના ઓનલાઈન પ્લેટફોર્મને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દીધું : બાળકો જેવી સેક્સ ડોલ્સના વેચાણના વિવાદ બાદ ફ્રાન્સની સરકારે તાત્કાલિક ધોરણે પગલું ભર્યું : અનેક પર્યાવરણીય સંગઠનો અને બાળ સુરક્ષા જૂથોએ ઉદઘાટન સમારોહની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારીઓએ #BoycottShein ના નારા લગાવ્યા, કંપની પર નૈતિક અને શ્રમ ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો11:06 PM IST
પર્વતીય પ્રદેશમાં "પૂર્વીય પ્રચંડ પ્રહાર" કવાયત... યુદ્ધની તૈયારી, વિજયમાં વિશ્વાસ : ભારતીય સશસ્ત્ર દળોની તૈયારી ચકાસવા માટે અરુણાચલ પ્રદેશમાં ત્રિ-સેવા કવાયત "પૂર્વીય પ્રચંડ પ્રહાર" દરમિયાન, સૈનિકોએ મુશ્કેલ પર્વતીય પ્રદેશમાં નેવિગેટ કરવા અને નદીઓ પાર કરવા સહિતના પડકારજનક મિશનમાં ઉત્તમ સંકલન દર્શાવ્યું. 11:31 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાકચ્છના સરહદી ગામડાઓ અને ખમીરવંતા ગ્રામજનોએ દેશના સીમાડાઓને સુરક્ષિત રાખ્યા છે :નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : શિક્ષણ, આરોગ્ય, સામાજિક આર્થિક પરિસ્થિતિ, માળખાકીય સુવિધાઓ સહિતના વિવિધ ૪૦ જેટલા મુદ્દાઓ પર ગ્રામજનો સાથે ઉંડાણપૂર્વક ચર્ચા કરીને ડિટેઇલ રિપોર્ટ તૈયાર કરાશે :કચ્છના પ્રથમ સરહદી ગામ પુનરાજપરની મુલાકાત લઈને ગ્રામજનો સાથે સંવાદ સાધતા નાયબ મુખ્યમંત્રી:"ભારત માતા કી જય"ના નારાઓ સાથે લખપતના પુનરાજપર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું ઉલ્લાસભેર સ્વાગત8:07 PM IST
હર્ષ સંઘવીની આગેવાનીમાં ૩૦ આઇપીએસ અધિકારીઓની ટીમનો કચ્છમાં પડાવ : કચ્છમાં ભારત-પાક સરહદનાં ગામડાઓની મુલાકાતેઃ સીમાવર્તી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા કરી ગ્રામજનો સાથે સંવાદ-ખાટલા સભા યોજશે, ગામડાઓમાં આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓ, સ્વચ્છતા, સલામતી અને સુરક્ષા સહિતના વિવિધ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક સમીક્ષા2:32 PM IST
કેન્સરની સર્જરી બાદ દર્દીઓને જરૂરી કીમોથેરાપી સારવાર મળી રહે તે માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં કુલ ૩૫-ડે કેર કીમોથેરાપી સેન્ટર્સ કાર્યરત : બે લાખથી વધુ સેસન દ્વારા ૭૮ હજારથી વધુ દર્દીઓએ વિનામૂલ્યે કીમોથેરાપી સારવારનો લીધો લાભ:ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં વધુ નવા ૭ ડે કેર કીમોથેરાપી સેન્ટર શરૂ કરવામાં આવશે8:05 PM IST
સરકાર જો ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરશે તો સહયોગ સ્વરૂપે કોંગ્રેસ પક્ષના સૌ ધારાસભ્યો પોતાનો પગાર સરકારને અર્પણ કરશે : અમિત ચાવડા : સોમનાથથી હરહર મહાદેવના નાદ સાથે કોંગ્રેસની “કિસાન આક્રોશ યાત્રા”નું પ્રસ્થાન, દ્વારકાધીશના શરણોમાં ૧૩મી એ સમાપન : સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી પસાર થશે અને ખેડૂતો, ખેત મજૂરો, સાગર ખેડુઓ તથા પશુપાલકોની મુશ્કેલીઓ અને હકોની માંગને સરકાર સુધી પહોંચાડશે. : ખેડૂતોનુ દેવું માફ કરો, પાકવિમા યોજના ચાલુ કરો : પાંચ પચીસ ઉદ્યોગપતિઓના ૨૧ લાખ કરોડ માફ થઈ શકે તો ખેડૂતોના કેમ નહિ? અમિત ચાવડા6:42 PM IST
જો ભાજપ સરકાર દેશના ઉદ્યોગપતિઓના ૨૧ લાખ કરોડના દેવા ભાગેડુ ઉદ્યોગપતિના દેવા માફ કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોના કેમ નહીં?: શક્તિસિંહ ગોહિલ : આજે સોમનાથ મહાદેવથી કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા શરૂ થઈ સૌરાષ્ટ્રમાં ફરી ૧૩ નવે.ના અમરેલીમાં પૂર્ણ થશે, પાક વીમા યોજનાનો ગુજરાતમાં અમલ કેમ નહીં? 4:12 PM IST
સલમાન લસ્સીના પગમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ગોળી મારી દીધી : ડોન બનવા માટે કોઇપણ કારણ વિના હત્યા કરનાર ઝનૂની ગુનેગારને પોલીસ સામે થવાનું મોંઘુ પડી ગયું : સલમાન લસ્સીના કારનામાં લોકો દ્વારા સીપી અનુપસિહ ગેહલોત સુધી પહોચતા આગ બબૂલ્લા થઈ ગયેલઃ ક્રાઇમ બ્રાન્ચના વડા રાઘવેન્દ્ર વસ્ત ચર્ચા કરી, ડીસીપી ભાવેશ રોજીયા ટીમને જવાબદારી આપેલ : લોકેશન ટ્રેકની લીલી ઝંડી મળી, પોલીસ નજીક જતા ધારદાર છરી વડે મુકાબલો, સચેત પોલીસ ઇન્સ્પેક્ટર સોઢા દ્વારા ફાયરિગ કરી કાબૂ કરેલ : સલમાન પણ પોલીસ કમિશ્નરના મિજાજ અને ભાવેશ રોજીયા ટીમ મેદાને પંડયાનું જાણી, સુરત છોડી નવસારી પંથકમાં છુપાયેલ 2:17 PM IST
‘ફૂડ ફોર થોટ ફેસ્ટ ૨૦૨૫' વિચાર અને વાનગીઓનો મહાકુંભ : સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ૧૩ નવેમ્બરથી ‘ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ -ફૂડ ફોર થોટ ફેસ્ટ' યોજાશે : ભારત ઉપરાંત નેપાળ, સ્પેન અને નેધરલેન્ડ સહિતના દેશો લેશે ભાગઃ જાણિતા ફૂડ ક્રિટિક રશ્મિ ઉદય સીંઘ, શેફ અભિજિત સાહા, રોહિણી રાણા, ગૌતમ મહર્ષિ અને પદ્મશ્રી ડો.પુષ્પેશ પંત ઉપસ્થિત રહેશે : ૧૩ થી ૧૬ નવેમ્બર સુધી આયોજિત ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ'માં દેશ - વિદેશના શેફ લાઇવ ડેમો આપશે *AMC અને SAAGના સહયોગથી યોજાનારો આ ફેસ્ટિવલ માત્ર ફૂડ ફેસ્ટિવલ નહીં, પણ વિચાર અને સ્વાદનો મેળાવડો * લક્ઝરી ફૂડ કોર્ટ, સાઉથ એશિયાના માસ્ટર શેફસના લાઇવ કૂકિંગ શો અને પુરીના જગન્નાથ મંદિરના ‘ભોગ પ્રસાદ' સાથેનો આધ્યાત્મિક પેવિલિયન રહેશે આકર્ષણનું કેન્દ્ર 2:09 PM IST
ખેડૂતોના દેવા માફ કરો આર્થિક રાહત આપો,પાક વિમા યોજના ચાલુ કરો : અમિત ચાવડા-તુષાર ચૌધરી : ઉદ્યોગપતિઓને નહિ, હવે ખેડૂતોને ન્યાય આપો : કોંગ્રેસ પક્ષ ખેડૂતોની લડત અંત સુધી લડશે : શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કોંગ્રેસની ‘કિસાન આક્રોશ યાત્રા' નો પ્રારંભ : સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી પસાર થઈને ખેડૂતો, ખેત મજૂરો, સાગર ખેડુઓ તથા પશુપાલકોની મુશ્કેલીઓ અને હકોની માંગને સરકાર સુધી પહોંચાડશે : પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા સહિતના ઉપસ્થિત4:00 PM IST
ગુજરાત આવતા દેશ-વિદેશના ટુરિસ્ટો માટે દારૂ પરમીટ સરળ બનશે : હવે મોબાઈલથી જ દારુ પીવાની પરમિટ મેળવી શકશે : દારૂ પીનારાઓને પરમિટ આપવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવાનો નિર્ણય:મોબાઇલ એપ્લિકેશન પ્રવાસીઓને ઓનલાઈન દારૂ પરમિટ મેળવવાની મંજૂરી આપશે:એપનો ટ્રાયલ રન પૂર્ણ:આગામી બે અઠવાડિયામાં તે લાઈવ થવાની અપેક્ષા8:53 PM IST
પાટણમાં પ્રથમ અંગદાન: અંગદાનની ઝૂંબેશમાં પાટણના ધારપુરનું પ્રથમ પ્રેરણાદાયી પગથિયું : ધારપુરના દિપકભાઈ ભવાનભાઈ પરમારને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા : દિપકભાઈ પરમાર દ્વારા લીવર અને કોર્નિયાનું દાન કરાયું :ત્રણ લોકોને નવજીવન મળ્યું: લીવર ધારપુરથી અમદાવાદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ (IKD) સુધી સુયોગ્ય રીતે પહોંચાડવામાં આવ્યું7:58 PM IST
કાલે ભાજપ દ્વારા ગુજરાતમાં ‘વંદે માતરમ...' સામુહિક ગાન કાર્યક્રમ : બંકિમ ચંદ્ર ચટોપાધ્યાયજી દ્વારા રચીત ભારતના વંદે માતરમ રાષ્ટ્રગીતને ૭ નવેમ્બરના રોજ ૧૫૦ વર્ષ પુર્ણ થવાના અવસરે સવારે ૧૦.૩૦ કલાકે ગુજરાતમાં સોમનાથ મંદિર, દ્વારકા મંદિર,સાબરમતી આશ્રમ સહિત ૧૦ સ્થળો પર અંદાજે ૧૫૦થી વધુ લોકોની ઉપસ્થિતિમાં સમુહ ગાન યોજાશે : વંદે માતરમ ક્ ૧૫૦ના કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ગાંધીનગર વિદ્યાનસભા પરિસર ખાતે તેમજ પ્રદેશ અધ્ય જગદીશભાઇ વિશ્વકર્માજી સરાઇ-ઉમરગામ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે વંદે માતરમ ગીતના સમુહ ગાન માટે ઉપસ્થિત રહેશેઃ કાલે વંદે માતરમ સામુહીક ગાન માટે સરકારી કચેરી ૯.૩૦ વાગ્યે ખુલ્લી જશેઃ એક કલાક વહેલી ખુલ્લીને એક કલાક વહેલી બંધ થઇ જશે4:11 PM IST
કોંગ્રેસ હજી ૨૫ વર્ષ સત્તાને ભૂલી જાય: ભુજમાં જગદીશ વિશ્વકર્માનો હુંકાર : રેકોર્ડ સાથે ૧.૫૧ લાખ નોટબુક, ૨૦૦ થી વધુ સંસ્થાઓ દ્વારા સન્માન, માતાના મઢ, ભુજ સ્વામિનારાયણ મંદિરે દર્શન : ભાજપ પ્રદેશ પ્રમુખનું બાઇક રેલી સાથે ભવ્ય સ્વાગત : સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા, રાજ્ય મંત્રી ત્રિકમ છાંગા સહિતના ઉપસ્થિત9:32 AM IST
ટ્રેનની બારીમાં ભારત ભૂમિની સૌંદર્યતા નિહાળીને રચાયેલું ગીત એટલે વંદે માતરમ્ : ૧૫૦ પૂર્વે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે બંગાળના શિવપુરથી કાઠલપરા સુધીની ટ્રેનની સફર દરમિયાન આપણા રાષ્ટ્રીય ગીતની રચના કરી હતી : ગુરુવર રવીન્દ્રનાથ ટાગોરે વંદે માતરમ્ ગીતને પ્રથમ વાર સંગીતબદ્ધ કર્યુ હતું: ‘વંદે માતરમ' શબ્દનો અર્થ છે ‘હે માતળભૂમિ, તને નમન': આ ગીત પ્રથમવાર બંકિમચંદ્રની પ્રસિદ્ધ બંગાળી નવલકથા ‘આનંદમઠ' (૧૮૮૨)માં પ્રગટ થયું હતુ3:57 PM IST
ખેડૂતો, મજૂરો, શ્રમિકો કોઈએ આત્મહત્યા જેવું ખરાબ પગલું ભરવું નહીં, અમે તમારી સાથે છીએ:ઉનાના રેવતમા આત્મહત્યા કરનાર ખેડૂત પરિવારની મુલાકાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ : મૃતક ખેડૂતના પરિવારને ઈસુદાન ગઢવીના પ્રાર્થના ફાઉન્ડેશન દ્વારા ₹51,000ની સહાય જાહેર : જુઓ વિડીયો : સરકાર ખેડૂત પરિવારને તાત્કાલિક ધોરણે સહાય આપે : સરકારે હવે ખેડૂતોને કંઈક આપવાની નિયત રાખવી પડશે: સરકારે ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ માફ કર્યા, એ જ રીતે હવે ખેડૂતોનું દેવું માફ થશે તો ખેડૂતો પાંચ વર્ષ ટકી જશે: ઈસુદાન ગઢવીએ લોકોને કરી અપીલ - “મૃતક ખેડૂત પરિવારને શક્ય તેટલી મદદ કરો5:04 PM IST
૨.૯૭ કરોડના એમ્બરગ્રીસ સાથે ૩ ઝડપાયા : રાજકોટ એસઓજીએ ગત ૧૦મી ઓક્ટોબરે અડધા કરોડની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે એક શખ્સ પકડયા વધુ એક કામગીરી : સુરેન્દ્રનગરના ત્રણ શખ્સ લીમડા ચોક પાસે ગ્રાહક શોધતા હતાં અને એસઓજીની ટીમ આવી ગઇ : એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્સ. અમિતભાઇ ટુંડીયા, કોન્સ. કિશોરભાઇ ઘૂઘલ અને રવિરાજભાઇ ધગલની બાતમી2:45 PM IST
માધાપરના રવિ જાખેલીયાને કારથી બાઇક સહિત ઉલાળી મનહરપુર-૧ના સંજયનો હત્યાનો પ્રયાસ : ત્રણ મહિના પહેલાની માથાકુટનો ખાર રાખી પહેલા આંતરીને ઉભો રાખી ધમકાવ્યો, પછી પીછો કરી ઠોકરે લીધો : ખેતી કરી ગુજરાન ચલાવતાં રવિના બાઇકમાં લિફટ લેનારા મિત્ર મનસુખને પણ ફંગોળાઇ જતાં ઇજાઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો2:41 PM IST
પી.એસ.આઇ અને ડી.એસ.પી.ની પરિક્ષા બાદ નિમણુંક હુકમના નામે દોઢ કરોડની છેતરપીંડી! : રાજકોટના નવાગામના જીલુભાઇ ગમારા (ઉ.વ.૫૦)એ ક્રાઇમબ્રાંચમાં નોંધાવેલી ફરિયાદ અંતર્ગત પાલીતાણાના રાજાભાઇ ગમારા અને વિવેક ઉર્ફે વિક્કી દવેની શોધખોળઃ કટકે-કટકે ૨.૩૬ કરોડ પડાવ્યા બાદ હુકમ નહિ મળતા ૮૮ લાખ પાછા આપેલા2:58 PM IST
નવા શૈક્ષણીક સત્રનો શુભારંભ4:06 PM IST
લોધીકા પંથકના ખેતરોમાં સર્વે કામગીરી 3:21 PM IST
સરધારના જીજ્ઞેશભાઇ વ્યાસને પણ નકલી પોલીસ બની મિહીર કુગશીયાએ લાફા મારી ૯૫ હજાર લૂંટી લીધા'તા : ત્રીજી તારીખે બરકતીનગરના ટ્રાન્સપોર્ટરને એલસીબીના નામે ડરાવી ૨૦ હજાર લૂંટયા તેના ૪ દિવસ પહેલા ૩૦મીએ જ્યુબીલી ચોકમાં આવો જ ગુનો આચર્યાનું ખુલતાં જેલમાંથી કબ્જો લેવાશે : અમદાવાદ ઇન્ટરવ્યુ દેવા જઇ રહેલા દવા કંપનીના કર્મચારી બસ સ્ટેશનથી રિક્ષામાં બેસી રેલ્વે સ્ટેશને જતાં હતાં ત્યારે જ્યુબીલી ચોકમાં ઉભા રાખી ‘તમે બસ સ્ટેશન પાસે છોકરી સાથે ખોટા કામ કરો છો' કહી લાફા મારી થેલામાંથી રોકડ પડાવી લીધી હતીઃ એ-ડિવીઝનમાં ફરિયાદ : વારેઘડીએ નકલી પોલીસ બની રૂપિયા પડાવતો, લૂંટતો મિહીર કુગશીયા2:46 PM IST
ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ દ્વારા ૧૪મીએ રાસોત્સવ : આ વખતે નવરાત્રીમાં વરસાદના લીધે બાકી રહેલા દશેરા મહોત્સવનું જ્ઞાતિજનો માટે આયોજન : ગાયકો પૂનમબેન ગોંડલીયા, વિશાલ વરૂ અને તેની ટીમ સાથે ખેલૈયાઓને ડોલાવશેઃ ટીવી, વોશીંગમશીન, ઓવન, ટ્રોલીબેગ સહિત કુલ ૨૫૬ ઇનામોની વણઝારઃ પાસ વિતરણ ચાલુઃ નરેન્દ્રભાઇ સોલંકી11:06 AM IST
આજ મધ્યરાત્રિથી આકાશમાં લીઓનીડસ ઉલ્કા વર્ષાનો અદ્ભુત નજારો : દુનિયાભરમાં લીઓનીડસ ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો નિહાળવા જાથાની અપીલઃ વિશ્વમાં આજથી ૩૦ નવે. સુધી સ્પષ્ટ ઉલ્કાવર્ષાનો અદ્ભુત નજારોઃ મધ્યરાત્રિ બાદ પરોઢે નિહાળવાનો શ્રેષ્ઠ સમયઃ તા.૧૬મી થી તા.૧૮મી નવેમ્બર વહેલી પરોઢ સુધીમાં ઉલ્કા વર્ષા, રાજ્યભરમાં ખગોળીય આનંદ લૂંટવા વિજ્ઞાન જાથાનું આયોજન12:11 PM IST
એટીએમમાં રોકડ મુકવા, ઉપાડવાનું કામ કરતી કંપનીના બે ઓફિસરને બે શખ્સોએ લાફા મારી ગાળો દીધી : વિમલનગર રોડ પર બેંક ઓફ બરોડાના એટીએમ પાસે સામુ જોવા મામલે ડખ્ખો : બે શખ્સો રાહદારીઓ સાથે ડખ્ખો કરતાં હોઇ બાદમાં સીએમસી કંપનીના ઓફિસર કુલદીપ મેટાડીયા અને રાહુલ રાઠોડની સાથે ડખ્ખ્ખો કર્યોઃ ગનમેન અને ડ્રાઇવર સાથે પણ ઝપાઝપીઃ વાહન નંબરને આધારે તપાસ2:11 PM IST
મારવાડી યુનિવસિર્ટીનો ઍશિયામાં ડંકોઃ રેન્કીંગમાં ૩૫૩મું સ્થાન : ગુજરાતમાં નંબર વન ખ્યાતીપ્રાપ્ત પ્રાઇવેટ મારવાડી યુનિવર્સિટીની અનેરી સિધ્ધી : શૈક્ષણીક પ્રતિષ્ઠા, રોજગાર, સંશોધન, ગુણવતા, આંતરરાષ્ટ્રિય સંશોધન નેટવર્ક, ઉચ્ચ લાયકાત ધરાવતી ફેકલ્ટીઝને ધ્યાનમાં રાખીને મુલ્યાંકનઃ મારવાડી યુનિવર્સિટી હંમેશા ગુણવતાસભર શિક્ષણ માટે પ્રતિબધ્ધઃ જીતુભાઇ ચંદારાણા* QS એશિયા યુનિવર્સીટી રેન્કીંગની વિગતો વર્ણવતા ધ્રુવ મારવાડી, પ્રોવોસ્ટ. ડો. આર.બી. જાડેજા4:12 PM IST
કચ્છના કપુરાશીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની 'ખાટલા સભા': સરહદી ગામોના રાષ્ટ્રપ્રેમને બિરદાવ્યો:કચ્છના અનેક ગામોએ 'સરહદના સંત્રી'ની ભૂમિકા અદા કરી : કપુરાશીમાં ખાટલા સભા, રાત્રિ રોકાણ અને ગ્રામજનો સાથેનો સંવાદ મારા માટે એક મહત્વપૂર્ણ અવસર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી:સરહદી વિસ્તારોમાં અનેક દબાણો પર બુલડોઝર ફેરવ્યા છે, હજુ સરકારી જમીન પર જો કોઈ ધાર્મિક દબાણ કરશે તો તેના પર બુલડોઝર ફરશે: નાયબ મુખ્યમંત્રીની ચેતવણી11:37 PM IST
મોરબીમાં પૂ. દાદા ભગવાન જન્મોત્સવમાં ‘જોવા જેવી દુનિયા' થકી જીવન જીવવાની અમુલ્ય શીખ : પૂ. દિપકભાઇ દેસાઇના સાનિધ્યમાં આત્મ સાક્ષાત્કાર થકી દિવ્યદ્રષ્ટિ પ્રદાન કરતી જ્ઞાનવિધીમાં હજારો મુમુક્ષુઓએ આત્મજ્ઞાન મેળવ્યું : ૩ દિવસમા મહોત્સવમાં એક લાખથી વધુ લોકો ઉમટયાઃ મહોત્સવ સ્થળે જોવા મળ્યો વૈજ્ઞાનિક સમજણ, આધુનિક ટેકનોલોજી અને રોમાંચક પ્રસ્તુતિનો સંગમ11:58 AM IST
વિકાસ સહિયારો બને ત્યારે સામાજિક પ્રગતિ થાયઃ ડો. મનસુખભાઇ : ડો. મનસુખભાઇ માંડવિયાએ દોહામાં સામાજિક વિકાસ માટેના બીજા વિશ્વ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇના નેતૃત્વ હેઠળ ગરીબી નાબુદી અને સામાજિક પ્રગતિમાં ભારતની પરિવર્તનશીલ પ્રગતિ ઉપર પ્રકાશ પાડયો : કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઇએ ‘સબ કા સાથ સબ કા વિકાસ'ના વિઝન ઉપર ભાર મુકીને કહ્યુ કે આ યાત્રા અંત્યોદયની ફિલસુફી દ્વારા સંચાલિત : પાકિસ્તાનના રાષ્ટ્રપતિ દ્વારા ભારત ઉપર તેમની ટિપ્પણીમાં કેટલાંક અન્યાયી સંદર્ભો સામે અમારો સખ્ત વાંધોઃ ડો. મનસુખભાઇ : ભારતનો વિકાસ પથ ગ્લોબલ સાઉથ માટે અનુકરણીય વિકાસ મોડેલ છેઃ ભારત તેની શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરવા અને વૈશ્વિક ભાગીદારીને મજબૂત કરવા તૈયારઃ ડો. મનસુખભાઇ11:52 AM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
'બાહુબલી'નો નવો એનિમેટેડ અવતાર; 'મહાવતાર નરસિમ્હા'ની રેકોર્ડબ્રેક કમાણી (૪૦ કરોડના બજેટ સામે ૩૨૬ કરોડની કમાણી, ઇતિહાસ રચ્યો) બાદ ભારતીય એનિમેશન ઇન્ડસ્ટ્રી ક્રાંતિ સર્જવા તરફ ધસમસી રહ્યું છે ? ભારતીય એનિમેશનને માત્ર બાળકો પૂરતું સીમિત ન રાખતા મુખ્ય પ્રવાહમાં લાવી દીધું : તાજેતરમાં 'બાહુબલી: ધ એપિક' નામે ફરીથી રિલીઝ થયેલી ફિલ્મે ૫ દિ‘માં ₹૨૭.૦૭ કરોડની કમાણી કરી: હવે 'બાહુબલી: ધ ઇટર્નલ વોર પાર્ટ ૧' નામે ₹૧૨૦ કરોડના જંગી બજેટની એનિમેટેડ ફિલ્મની જાહેરાત, જેમાં પ્રભાસ જ અવાજ આપશે10:44 PM IST
















































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


























































































































































































