<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

રાજ્યમાં ૨૩૮૯ રેવન્યુ તલાટીની કરાશે ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાતઃઉમેદવારોને પ્રોત્સાહિત કરવા હેતુથી રાજ્ય સરકારે રેવન્યુ તલાટીની ભરતી બહાર પાડી છે

ગાંધીનગર,તા.૨૧

એક બાજુ જ્યારે GPSCને લઈને સરકાર સામે લોક આક્રોશ વધતો જાય છે, ત્યારે બીજી બાજુ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટીની ૨૩૮૯ જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ ભરતીની એડવર્ટાઇઝમેન્ટ સાંજ સુધીમાં પણ સેવા પસંદગી મંડળની વેબસાઈટ https://gsssb.guja®a.gov.in પર મુકવાની સંભાવના છે.

રાજ્યમાં ગામડાઓમાં હાલ એવી સ્થિતિ છે કે ત્રણ-ચાર ગામ વચ્ચે એક જ તલાટીની નોકરી હોય અને વહીવટ એક જ તલાટી કરતા હોય છે. એનું કારણ સરકાર દ્વારા ભરતી કરવામાં ન આવી હોવાથી તલાટીઓની ઘટ હતી. હવે જ્યારે GPSCને લઈને રાજ્યભરમાં આક્રોશ રાજકીય ટીકાનું અને જાતિગત નિર્ભાવોની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા હેતુથી રાજ્ય સરકારે રેવન્યુ તલાટીની ભરતી બહાર પાડી છે.

અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક પત્રમાં જણાવ્યું હતું કે, 'આગામી સમયમાં મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલી તલાટી, વર્ગ-૩ની અંદાજીત ૨૩૦૦ જેટલી જગ્યાઓ માટેની વિગતવાર જાહેરાત, પરીક્ષાનો અભ્યાસક્રમ, કેટગીરીવાઈઝ ભરવાપાત્ર જગ્યાની વિગતો, ઓનલાઈન અરજી કરવાની તારીખ અંગેની વિગતો સહિતની વિગતવાર જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની નોંધ લેવા વિનંતી છે.

(10:21 PM IST)