<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ નડિયાદ માર્કેટ યાર્ડમા 400 રૂપિયા સુધી બોલાયો : જાણો 21 યાર્ડના શું રહ્યા ભાવ

ગુજરાતના 21 માર્કેટ યાર્ડમાં કુલ 4,255.20 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 21 માર્કેટ યાર્ડમાં કુલ 4,255.20 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ નડિયાદ માર્કેટ યાર્ડમા 400રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 190 રૂ. અને નીચો ભાવ 21 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય સુરતમાં 380 રૂ., બીલીમોરામાં 360 રૂ., પોરબંદરમાં 350 રૂ., ભરૂચમાં 320 રૂ., દાહોદમાં 300 રૂ., ગોંડલમાં 211 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

 

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 4,255.20 ટન ડુંગળીની આવક થઇ છે.

(10:22 PM IST)