News of Thursday, 22nd May 2025
મધ્યપ્રદેશના આરોગ્ય મંત્રી ગુજરાતની મુલાકાતેઃ ફુડ લેબ. નિહાળી પ્રસન્ન

રાજકોટ તા. રર :.. મધ્યપ્રદેશનાં આરોગ્ય મંત્રીશ્રી નરેન્દ્ર શિવાજી પટેલ ગુજરાતની મુલાકાતે છે. તેઓ રાજયના આરોગ્ય વિભાગ સંલગ્ન ખોરાક અને ઔષધનિયમન તંત્રની કામગીરીની માહિતી મેળવી રહ્યા છે. મંત્રીશ્રીને અને તેમના પ્રતિનિધી મંડળને ગુજરાતના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ, ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડો. એચ. જી. કોશિયા વગેરેએ આવકાર્યા હતાં. તેમણે ગઇકાલે અમદાવાદમાં ફુડ એન્ડ ડ્રગ્સની કચેરીની મુલાકાત લીધેલ. આજે વડોદરાના પ્રવાસે છે. ત્યાં ફુડ એન્ડ ડ્રગ્સ લેબરોટરીની મુલાકાત લઇ આનંદ વ્યકત કર્યો છે. કાલે ખોરાક અને ઔષધ નિયમનને લગતા અમૂક ઉત્પાદન કેન્દ્રોની (અમદાવાદ) મુલાકાત લઇને જાણકારી મેળવશે.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
