News of Thursday, 22nd May 2025
અરબી સમુદ્રની સિસ્ટમ તા. ર૬-ર૭ આસપાસ સૌરાષ્ટ્ર કાંઠા નજીક આવે અથવા તો નજીકથી પસાર થઇ શકે...
વેધર એનાલીસ્ટ ગૌરવ રાણીંગાની આગાહીઃ ૩૬ કલાક બાદ સિસ્ટમ મજબૂત બનશે...

રાજકોટઃ તા. રર, જુનાગઢના જાણીતા વેધર એનાલીસ્ટશ્રી ગૌરવ રાણીંગાએ અરબી સમુદ્રની સિસ્ટમ અંગે ઉમેયુર્ં છે કે, લો પ્રેશર સિસ્ટમ હાલ અરબ સાગરમાં મહારાષ્ટ્રના દક્ષિણ કાંઠા નજીક સ્થિત છે અને આગામી ૩૬ કલાકમાં ધીમી ગતિએ મુખ્યત્વે ઉતર દિશા તરફ આગળ વધી મજબૂત થઈ ક્રમશઃ વેલમાર્ક લો પ્રેશર અને ડિપ્રેશનમાં ફેરવાશે. સિસ્ટમના ટ્રેક બાબતે હજુ પણ મોડલોમાં મત મતાંતર છે પણ વધુ શકયતા મુજબ ૩૬ કલાક બાદ સિસ્ટમ વધુ મજબૂત થઈ ડીપ ડિપ્રેશન અને ત્યારબાદ વાવાઝોડામાં ફેરવાઈ ઉતર પヘમિ દિશામાં આગળ વધવાનું શરુ કરી શકે. સિસ્ટમ ધીમી ગતિએ ચાલે તેવી સંભાવના જોતાં ૨૬-૨૭ તારીખ આસપાસ સૌરાષ્ટ્ર કાંઠા નજીક આવે અથવા નજીકથી પસાર થઈ શકે છે.
એક શકયતા મુજબ જો સિસ્ટમ નબળી રહે તો પヘમિ દિશામાંથી ફૂંકાઇ રહેલા લો લેવલના સક્રિય ચોમાસું પવનોની અસર હેઠળ મહારાષ્ટ્રમાં મુંબઈ આસપાસના કાંઠેથી જમીન તરફ અંદર આવી ત્યાંજ જ સમાપ્ત થઈ જાય તેવું પણ બને. માટે સિસ્ટમની આગામી ચાલ પર નજર રાખવાની રહેશે. હાલ આપણે અગાઉ આપેલા ચાર્ટ મુજબના ટ્રેકની શકયતા વધુ ગણવી. જે ફેરફાર હશે તે મુજબ આગળ અપડેટ આપવામાં આવશે.(૩૬-૧૮)
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
