<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

હરિયાણાની જ્‍યોતિ મલ્‍હોત્રાના કેસ બાદ ગુજરાત પોલીસે ૫૦ થી વધુ યુટયુબરની પૂછપરછ કરી

 

અમદાવાદ, તા., રરઃ હરિયાણાની યૂ ટયુબર જ્‍યોતિ મલ્‍હોત્રાની ભારતની જાસૂસી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. હવે ગુજરાત પોલીસે પણ સોશિયલ મીડિયા એક્‍ટિવીસ્‍ટો ઉપર સર્વેલન્‍સ શરૂ કર્યું છે. ગુજરાત પોલીસે ૫૦થી વધુ Youtubers ની પૂછપરછ કરી છે.

ગુજરાત પોલીસે ઓપરેશન સિંદુર દરમિયાન દેશ, ધર્મ વિરોધી પ્રચાર કરનારા ૧૧૦ આઇડી બ્‍લોક કર્યા છે. કેન્‍દ્ર સરકારની ડિજિટલ સ્‍ટ્રાઇક પછી રાજ્‍યની પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર સ્‍ટ્રાઇક કરવામાં આવી છે. ફેક ન્‍યૂઝ આપનારા ૫૦થી વધુ યૂ ટયુબરની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે અને અનેક લોકોને સર્વેલન્‍સમાં રાખવામાં આવ્‍યા છે.

પોલીસ હવે બેન્‍ક ખાતા ભાડે આપનારાઓનું પણ ટ્રેકિંગ કરી રહી છે. શંકાસ્‍પદ બેન્‍ક ટ્રાન્‍ઝેક્‍શનનું પણ ટ્રેકિંગ કરવામાં આવશે. ગુજરાત પોલીસ દ્વારા હવે સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી છે અને શંકાસ્‍પદ ગતિવિધિ જણાતા જ તેમની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.

(4:35 PM IST)