News of Thursday, 22nd May 2025
પશુપાલકોને ખુશખબર : બનાસ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો
બનાસ ડેરી દ્વારા આગામી 1 જૂનથી દૂધના ભાવમાં પ્રતિ કિલો. ફેટે રૂ. 25નો વધારો કરવાનો નિર્ણય કરાયો

બનાસ ડેરીએ દૂધના ભાવ વધારતા પશુપાલકોમાં આનંદ વ્યાપી ઉઠ્યો હતો. ડેરી દ્વારા આગામી 1 જૂનથી દૂધના ભાવમાં પ્રતિ કિલો. ફેટે રૂ. 25નો વધારો કરવાનો નિર્ણય કરાયો હોવાનું સામે આવ્યું છે. જો કે, કિલો. ફેટે દૂધના ભાવમાં વધારો કરવાને લઈને ગ્રાહકોને કોઈ અસર નહીં થાય, આમ ગ્રાહકો માટે દૂધના ભાવ યથાવત રહેશે.
સમગ્ર મામલે બનાસ ડેરીના સણાદર ખાતેના કાર્યક્રમમાંથી ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જાહેરાત કરી છે. જેમાં દૂધના ભાવમાં પ્રતિ કિલો. ફેટે રૂ. 25નો વધારો કરાયો છે, ત્યારે દર મહિને પશુપાલકોને વધારાના રૂ.25 કરોડ મળે તેવો અંદાજ છે. ત્યારે દૂધના ભાવ વધારા થી પશુપાલકોને મોટો લાભ થવાની પૂરે પૂરી શક્યતાઓ દેખાઇ રહી છે.
આ બાબતે બનાસ ડેરી દ્વારા સોશિયલ મીડિયામાં ટ્વીટ કરીને પણ જણાવવામાં આવ્યું છે
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
