<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ વિસનગર માર્કેટ યાર્ડમા 1593 રૂપિયા સુધી બોલાયો: જાણો 24 યાર્ડમાં શું રહ્યા ભાવ :જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતના 24 માર્કેટ યાર્ડમાં કુલ 735.62 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 24 માર્કેટ યાર્ડમાં કુલ 735.62 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ વિસનગર માર્કેટ યાર્ડમા 1593 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1536 રૂ. જ્યારે નીચો ભાવ 1405 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બોટાદમાં 1590 રૂ., જસદણમાં 1560 રૂ., અમરેલીમાં 1548 રૂ., જામ જોધપુરમાં 1520 રૂ., ગોંડલમાં 1506 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 735.62 ટન કપાસની આવક થઇ છે.

(7:27 PM IST)