News of Thursday, 22nd May 2025
રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ બીલીમોરા માર્કેટ યાર્ડમાં 360 રૂપિયા બોલાયો : જાણો 16 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતના 16 માર્કેટ યાર્ડમાં કુલ 7,301.65 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતના 16 માર્કેટ યાર્ડમાં કુલ 7,301.65 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ બીલીમોરા માર્કેટ યાર્ડમા 360 રૂપિયા બોલાયો હતો. ગોંડલ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 161 રૂ. અને નીચો ભાવ 16 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ખંભાતમાં 360 રૂ., પોરબંદરમાં 350 રુ., આણંદમાં 300 રૂ., ભુજમાં 280 રૂ., અમદાવાદમાં 260 રૂ., મહુવામાં 256 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 7,301.65 ટન ડુંગળીની આવક થઇ છે.


(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
