<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) જંબુસર માર્કેટ યાર્ડમા 640 રૂપિયા બોલાયો: જાણો ક્યાં યાર્ડમાં શું રહ્યો સોનેરી ટુકડાનો ભાવ :જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 1,955.80 ટન ઘઉંની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ઘઉંની આવક

અમદાવાદ :આજે ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 1,955.80 ટન ઘઉંની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) જંબુસર માર્કેટ યાર્ડમા 640 રૂપિયા બોલાયો હતો. જંબુસર યાર્ડમાં નીચો ભાવ 560 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય હિંમતનગરમાં 598 રૂ., હારીજમાં 560 રૂ., અમીરગઢમાં 558 રૂપિયા સુધી ઉંચો ભાવ બોલાયો હતો. જ્યારે ગોંડલમાં ટૂકડા ઘઉંનો સૌથી ઉંચો ભાવ 596 રૂ. અને નીચો ભાવ 494 રૂપિયા બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,955.80 ટન ઘઉંની આવક થઇ છે.

(9:46 PM IST)