<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

સાણંદથી પાટણની એસટી બસના ડ્રાયવરને ચાલુ બસે હાર્ટએટેક આવતા મૃત્યુ :ડિવાઈડર સાથે બસ ટકરાવી મુસાફરોને બચાવ્યા

કડી તરફ આવતા રસ્તામાં મેડા આદરજ નજીક છાતીમાં દુખાવો ઉપડ્યો: એકાએક છાતીમાં દુખાવો થતા બસ ડીવાઈડર સાથે ટકરાવી ઊભી રાખી દીધી

સાણંદથી કડી આવતા એસટી બસના ડ્રાઈવરને ચાલુ બસે હ્રદયરોગનો હુમલો આવતા મોત નીપજ્યું હતું. સાણંદ – પાટણ ની બસની ટ્રિપમાં નાઇટ શિફ્ટ કરતા હતા 58 વર્ષીય ડ્રાઈવર બાબુજી વિસાજી ઠાકરડા. સાણંદ – પાટણની બસ  થોળ થઈને કડી તરફ આવતા રસ્તામાં મેડા આદરજ નજીક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. એકાએક છાતીમાં દુખાવો થતા બસ ડીવાઈડર સાથે ટકરાવી ઊભી રાખી દીધી હતી. 

 તાત્કાલિક સારવાર અર્થે બાબુજીને હોસ્પિટલમાં ખસેડયા હતા પરંતુ તેમનુ મોત થયું હતું. મોત પહેલા બાબુજીએ બસમાં સવાર 15 મુસાફરોનો જીવ બચાવ્યો હતો. આગામી 31મી મેને શનિવારના રોજ ડ્રાઈવર  બાબુજી નિવૃત થવાના હતા.

(10:04 PM IST)