<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

કાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે: સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો :વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે પહોંચી શકે તેવી શક્યતા

અમદાવાદ :ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ગુજરાતના વાતાવરણમાં થતા ફેરફારને લઇ હવે લાગી રહ્યું છે કે, ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. અરબી સમુદ્રમાં એક શક્તિશાળી વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો છે. આ વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે પહોંચી શકે તેવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, 22 મેના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. તેમજ 23 થી 25 તારીખ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, 22 મે પછી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. 22 થી 24 મે દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. 24 મેના રોજ રાજ્યમાં મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તેથી અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાશે. હવામાન વિભાગના ચાર્ટ મુજબ અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.

 

(12:00 AM IST)