<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

ધારાસભ્યો વર્ષે રાા કરોડની ગ્રાન્ટમાંથી પ૦ લાખ વરસાદી પાણીના સંગ્રહ કાર્ય માટે ફાળવી શકશે

રાજકોટ, તા. ર૩ :  રાજય સરકારે વરસાદી પાણીના સંગ્રહની કામગીરીને પ્રોત્સાહન આપવા ધારાસભ્યો ખાસ ગ્રાન્ટ ફાળવી શકે તેવી જોગવાઇ કરી છે. આ અંગે ગઇ તા. ૧૭ મે એ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નાયબ સચિવ ગિરિાજસિંહ સોલંકીની સહીથી પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.

પરિપત્રમાં જણાવાયું છે કે ધારાસભ્યશ્રીઓને મતવિસ્તાર દીઠ ફાળવવામાં આવતી રૂા. રપ૦ લાખની રકમમાંથી રાજયમાં જળસંગ્રહ એકમોની જળસંગ્રહ ક્ષમતા વધારવાના અને કેચ ધ રેઇન દ્વારા ભૂગર્ભ જળસંગ્રહમાં વધારો થાય તેમજ રેઇન વોટર હાર્વેસ્ટીંગ થાય તેવા ફકત સામુહિક વિકાસના કામો માટે રૂા. પ૦ લાખની લઘુતમ ચોક્કસ રકમ વપરાય તેવી જોગવાઇ કરવામાં આવેલ છે. ધારાસભ્યશ્રી ગ્રાંટમાંથી હાથ ધરી શકાય તેવા કામોની અદ્યતન માર્ગદર્શન યાદી આપવામાં આવી છે.

ગામના હયાત તળાવોને ઉંડા ઉતારવાના તથા હયાત તળાવમાં પાણી ભરવા માટેના વોકળા, ગટર, નાળિયા ઉંડા ઉતારવા, ગામ તળાવ ઉંડા કરવા અને સિંચાઇના કામો ગામ તળાવો અને સીમ તળાવો ઉંડા અને છીંદ્રાળુ કરવા માટેની કામગીરીમાં લોકફાળા પેટે જરૂરી રકમ સામે ખૂટતી રકમ ધારાસભ્ય ગ્રાન્ટમાંથી ૧૦ ટકાની મર્યાદામાં ફાળવી શકશે. ચેકડેમના કામો સરકારી બિલ્ડીંગ/મિલ્કતો ઉપર વરસાદી પાણીના સંગ્ર માટે કામો ગામના પીવાના પાણીના હયાત કુવા ઉંડા ઉતારવા, બાંધવા તથા પાણીનો પીવા માટે ઉપયોગ કરવાલક્ષી તથા સુધારણાના કામો. કુવા રીચાર્જીગના કામો, દુષ્કાળ સમયે શરૂ થયેલ પીવાના પાણીના તળાવો સેઇફ સ્ટેજે લાવવા પાણીની ટાંકીના નવા કરવા વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે રીચાર્જ વેલ, રીચાર્જ ટયુબવેલ વિગેરે તેમજ તેને લગત આનુષાંગીક કામગીરી વગેરે સુચવી શકાશે, દરેક કામની નાણાકીય મર્યાદા રૂા. પ લાખ રહેશે.

(12:51 PM IST)