News of Friday, 23rd May 2025
હપ્તારાજના કારણે ખનીજ ચોરી બેફામ બન્યા :યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો આંદોલન કરાશે: ભાજપના પૂર્વ સાંસદની ચીમકી
પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડે કહ્યું - આંદોલનને કારણે સ્થિતિ વણસવાની જવાબદારી સરકારની રહેશે

સાબરકાંઠામાં બેફામ ખનીજ ચોરી કરી દોડતા ડમ્પરો સામે ભાજપ નેતાએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સાબરકાંઠા સંસદીય બેઠકના લોકસભાના પૂર્વ સાંસદ દિપસિંહ રાઠોડે સરકારી તંત્ર સામે ચીમકી ઉચ્ચારી છે. ખનીજ ચોરી સામે યોગ્ય પગલાં ભરવાની કાર્યવાહી નહીં કરાય તો આંદોલન કરાશે તેમ દિપસિંહ રાઠોડે જણાવ્યું છે. આંદોલનને કારણે સ્થિતિ વણસવાની જવાબદારી સરકારની રહેવાની પણ દિપસિંહે કહ્યું છે. હપ્તારાજના કારણે ખનીજ ચોરી બેફામ બન્યાનો આક્ષેપ કર્યો છે. સીએમ સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાશે તેમ પૂર્વ સાંસદ દિપસિંહે જણાવ્યું હતું. સોશિયલ મીડિયામાં પૂર્વ સાંસદનો તંત્રને ચીમકી આપતો વીડિયો વાયરલ થયો છે. જો કે આ વીડિયો તેમનો પોતાનો જ છે કે નહીં, તે અંગે અમો કોઈ પુષ્ટિ કરતું નથી.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
