News of Saturday, 24th May 2025
સવારે નવસારીમાં કમોસમી વરસાદ :ખેડૂતોની ચિંતા વધી :ઓવરબ્રિજ પાસે જ પાણી ભરાયા : અનેક વૃક્ષો ધરાશયી
પૂર્વ અને પશ્ચિમ વિભાગને જોડતા ઓવરબ્રિજ પાસે જ પાણી ભરાયા જેને લઈને વાહન ચાલકોને હાલાકી

નવસારી :દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. નવસારીમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. નવસારી શહેરમાં પડેલા સામાન્ય વરસાદમાં જનજીવન પ્રભાવિત થયું હતું. પૂર્વ અને પશ્ચિમ વિભાગને જોડતા ઓવરબ્રિજ પાસે જ પાણી ભરાયા હતા જેને લઈને વાહન ચાલકોને હાલાકી પડી હતી. આ ઓવર બ્રીજ 110 કરોડ રૂપિયાના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો, બીજી તરફ રેલવે અંડર પાસમાં પણ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી હતી.
નવસારીમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. નવસારી શહેરમાં આવેલા મંકોડિયા, ઈટાળવા, સ્ટેશન રોડ સહિત અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. આ ઉપરાંત આજે ઝાડ પડવાના બનાવો પણ સામે આવ્યા હતા. ફાયર વિભાગના જવાનોએ ગણતરીની મિનિટોમાં વૃક્ષને કાપી માર્ગ ખુલ્લો કર્યો હતો.
નવસારી શહેરમાં આવેલા લુન્સીકુઈ વિસ્તારમાં આવેલા ફીલિંગ અપાર્ટમેન્ટના ટેરેસ ઉપર વીજળી પડી પડી હતી. મળતી માહિતી અનુસાર ટેરેસ પર બનાવેલ લિફ્ટના કેબિના કોલમના ભાગ ઉપર વીજળી પડતા નુકસાન થયું હતું અને વીજળી પડવાના કારણે બિલ્ડીંગની લીફ્ટ નો ભાગ થયો પ્રભાવિત, લિફ્ટનો વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો જો કે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ના હતી.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
