<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો :દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

મહારાષ્ટ્ર-ગુજરાતના બોર્ડર, સંઘ પ્રદેશ દમણ, સેલવાસમાં પણ વરસાદ વરસ્યો: વરસાદી માહોલને લઈ ખેડૂતોમાં પાક નુકસાનીની ભીતિ

સુરત : દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે સુરતના નવસારી અને બારડોલી સહિતના પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તેવામાં વાવાઝોડાની વલસાડ જિલ્લામાં અસર જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે . દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે . મહારાષ્ટ્ર-ગુજરાતના બોર્ડર, સંઘ પ્રદેશ દમણ, સેલવાસમાં પણ વરસાદ ખાબક્યો છે. સંભવિત વાવાઝોડાને લઈ દક્ષિણ ગુજરાતમાં  આગાહી કરાઈ હતી. વરસાદી માહોલને લઈ ખેડૂતોમાં પાક નુકસાનીની ભીતિ છે.

 

(1:29 PM IST)