News of Saturday, 24th May 2025
તા. ર૩ જુનથી ધો. ૧૦-૧ર ની પુરક પરીક્ષા
ગુજરાતના ૧ લાખ ૯પ હજાર પરીક્ષાર્થીઓ નોંધાયાઃ તા. ૩ જુલાઇએ પરીક્ષા પૂર્ણ

રાજકોટ, તા. ર૪: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધો. ૧૦ અને ધો. ૧ર નું પરીણામ જાહેર થયેલ. બાદ તા. ર૩ જુનથી શિક્ષણ બોર્ડ દ્વારા પુરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયો છે.
આ વર્ષે ધો. ૧૦ અને ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહમાં ગમે તેટલા વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પુરક પરીક્ષા પામી શકશે. પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો પણ પોતાનું પરીણામ સુધારવા માટે પુરક પરીક્ષા પામી શકે છે.
સમગ્ર ગુજરાત રાજયમાં ૧ લાખ ૯પ હજાર વિદ્યાર્થીઓ આ વખતે પુરક પરીક્ષામાં ઉપસ્થીત રહેશે.
શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલ ધો. ૧૦ ધો. ૧ર સામાન્ય પ્રવાહ તથા ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષા તા. ર૩ જુનથી શરૂ થશે અને તા. ૩ જુલાઇએ પુર્ણ થશે.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
