News of Saturday, 24th May 2025
વલસાડના વાપી, ધરમપુર, ઉમ્બરગાંવ, કપરાડા, પારડીમાં વરસાદ
વાપીમાં પોણા બે ઈંચ,ધરમપુરમાં એક ઈંચ અને ઉમ્બરગાંવમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો

કેરળમાં ચોમાસું બેસી ગયું છે. બીજી તરફ છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં પણ વરસાદ વરરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે દક્ષિણ ગુજરાતમાં સવારથી જ ભારે વરસાદ પડ્યો છે. તેમા વલસાડ જિલ્લોમાં સારો વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગે જાહેર સવારના છ વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીના આંકડા જાહેર કર્યા છે. જે મુજબ વલસાડના વાપી, ધરમપુર, ઉમ્બરગાંવ, કપરાડા, પારડીમાં વરસાદ નોંધાયો છે.
વલસાડ જિલ્લામાં વાપી પોણા બે ઈંચ, ધરમપુર એક ઈંચ,ઉમ્બરગાંવ અડધો ઈંચ,કપરાડા 0.24 ઈંચ,વલસાડ 0.16 ઈંચ.,પારડી 0.08 ઈંચ વરસાદ નોંધાયો છે
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
