News of Saturday, 24th May 2025
સુરતમાં શંકાસ્પદ ખાદ્ય તેલનો મોટો જથ્થો જપ્ત કરાયો
સ્વાસ્થ્ય સાથે ચેડાં:આરોગ્ય સાથે ચેડા કરતી ખાદ્ય તેલ બનાવતી ફેક્ટરીમાં આરોગ્ય વિભાગે દરોડા પાડી ૨૭,૩૮૧ લીટર શંકાસ્પદ તેલ જપ્ત કરી ગુનો નોંધી મોટી કાર્યવાહી હાથ ધરી

સુરત,તા.૨૪
સુરતમાં આરોગ્ય વિભાગે શંકાસ્પદ તેલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આરોગ્ય સાથે ચેડા કરતી ખાદ્ય તેલ બનાવતી ફેક્ટરીમાં આરોગ્ય વિભાગે દરોડા પાડી ૨૭,૩૮૧ લીટર શંકાસ્પદ તેલ જપ્ત કરી ગુનો નોંધી મોટી કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં હજીરા રોડ પર આવેલ દ્વારકેશ ઈન્ડસ્ટ્રીઝ આરોગ્ય વિભાગે ઉમરા હજીરા રોડ સ્થિત વેરહાઉસ પર દરોડા પાડીને આ જથ્થો જપ્ત કર્યો છે. આરોગ્ય વિભાગે ૩૦.૪૨ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેલના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ તેલ સોયાબીન અને સૂર્યમુખીના નામે વેચાતું હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય વિભાગ હવે તેલના રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરશે.સુરતમાં સોયાબીન અને સૂર્યમુખીના નામે વેચાતું ૨૭,૩૮૧ લિટર શંકાસ્પદ તેલ જપ્ત કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગને તેલ શંકાસ્પદ હોવાની માહિતી મળી હતી અને સ્થળ તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેલનો જથ્થો એટલો બધો હતો કે આ તેલમાં ભેળસેળ થઈ રહી હોવાનું લાગતું હતું. નગરપાલિકાએ ઉમરા હજીરા રોડ સ્થિત વેરહાઉસ પર દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી હતી.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમલમાં મુકવામાં આવેલા આરોગ્ય અને ખાદ્ય સલામતી નિરીક્ષણ અભિયાન હેઠળ, દ્વારકેશ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ-૨, પ્લોટ નંબર ૨૬, હજીરા ખાતે સ્થિત શિવભૂમિ એન્ટરપ્રાઇઝના વેરહાઉસ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
(9:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
