News of Saturday, 24th May 2025
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ ભારે પવન અને વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ ખાબકશે
આગાહીને પગલે વલસાડ, નવસારી, સુરત, તાપીમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

અમદાવાદ : દક્ષિણ ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો . ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. ગુજરાતમાં હજુ પણ 5 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ ભારે પવન અને વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.
આગાહીને પગલે વલસાડ, નવસારી, સુરત, તાપીમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે જગતના તાતને માથે માવઠાનો માર લાગયો હોય તેવું લાગી રહ્યું છે.
વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. વાપી તાલુકામાં સૌથી વધુ 12 કલાકમાં 1.42 ઇંચ વરસાદ ખાબક્યો છે. નવસારી 1.26 ઇંચ વરસાદ, વાંસદા 1.14 ઇંચ વરસાદ, પલસાણા 1 ઇંચ વરસાદ, અન્ય 31 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે.
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
