News of Saturday, 24th May 2025
કચ્છથી પાકિસ્તાન માટે જાસૂસી કરનાર સહદેવસિંહ ગોહિલના 11 દિવસના રિમાન્ડ મંજૂર : અનેક ખુલાસા થવાની શકયતા
આરોપીએ સંવેદનશીલ માહિતી દુશ્મન દેશ પાકિસ્તાનને મોકલી હતી. આરોપીએ BSF અને નૌકાદળ અંગેની માહિતીની આપ લે કરી હતી.

રાષ્ટ્રીય સુરક્ષાને લગતી માહિતી પાકિસ્તાન એજન્ટને મોકલનાર જાસૂસીની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. આરોપી સહદેવ સિંહ ગોહિલને રિમાન્ડની માંગ સાથે નલિયા કોર્ટમાં રજૂ કર્યો હતો. આરોપીના 11 દિવસના રિમાન્ડ મંજુર કર્યા. આરોપીએ સંવેદનશીલ માહિતી દુશ્મન દેશ પાકિસ્તાનને મોકલી હતી. આરોપીએ BSF અને નૌકાદળ અંગેની માહિતીની આપ લે કરી હતી. આરોપીના 11 દિવસના રિમાન્ડ મંજુર કર્યા. રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થવાની શક્યતા. આરોપીએ પોતાના નામનું જીઓ કંપનીનું સીમકાર્ડ લીધું હતું. પાકીસ્તાનના એજન્ટને વોટ્સએપ OTP આપી સંવેદનશીલ માહિતીની મોકલી હતી. આરોપીના મોબાઈલમાંથી પાકિસ્તાની મહિલા એજન્ટ સાથેની વોટ્સએપ ચેટ, કોલ તેમજ ગુપ્ત માહિતી મોકલી હોવાના પુરાવા મળ્યા. જેને લઈને હાલ ATS તપાસ કરી રહી છે.
ગુજરાત ATS એ કચ્છ બોર્ડર વિસ્તારમાંથી એક પાકિસ્તાની જાસુસની ધરપકડ કરી છે. સરકારી કચેરીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો આ જાસૂસ થોડા સમય પહેલા એક પાકિસ્તાની એજન્ટ યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને તે યુવતીએ આરોપીને પોતાની વાતોમાં અને ટ્રેપમાં ફસાવી બીએસએફ તેમજ ભારતીય નૌકાદળની સંવેદનશીલ માહિતી તેમજ ફોટો વિડીયો શેર કર્યા હતા. જે કામ માટે જાસુસને રૂપિયા પણ આપવામાં આવ્યા હતા, તેવામાં ગુજરાત એટીએસએ તેને પકડી તપાસ કરતા મોટા ખુલાસા થયા છે.
સહદેવસિંહ દિપુભા ગોહિલ નામના 28 વર્ષના યુવકની જાસુસી કરવાના ગુનામાં ગુજરાત એટીએસએ ધરપકડ કરી છે, ગુજરાત એટીએસને થોડા દિવસ પહેલા માહિતી મળી હતી કે સહદેવસિંહ ગોહિલ નામનો યુવક જે કચ્છમાં નારાયણ સરોવર ખાતે રહેતો હોય અને માતાના મઢમાં મલ્ટીપરપઝ હેલ્થ વર્કર તરીકે દયાપર બીટમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે. જે યુવક બીએસએફ અને ભારતીય નૌકાદળની માહિતીઓ પાકિસ્તાનના એજન્ટને આપે છે. જે માહિતીના આધારે ગુજરાત એટીએસ દ્વારા પહેલી મે 2025ના રોજ સહદેવ સિંહ ગોહિલને પકડી ગુજરાત એટીએસ કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. જે યુવક પાસેથી મળી આવેલા ફોન અને તેની પૂછપરછ કરતા મોટા ખુલાસા થયા છે.
પકડાયેલો જાસૂસ એકાદ વર્ષથી દયાપર ખાતે મલ્ટીપરપઝ હેલ્થ વર્કર તરીકે નોકરી કરતો હતો. વર્ષ 2023માં જુન કે જુલાઈ મહિનામાં વ્હોટસએપના માધ્યમથી પાકિસ્તાની એજન્ટ અદિતિ ભારદ્વાજ નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. બંને વચ્ચે મિત્રતા થતા મહિલા એજન્ટ દ્વારા કચ્છના બોર્ડર વિસ્તારના આસપાસના બીએસએફ તેમજ ભારતીય નૌકાદળની ઓફિસોના અને ત્યાં થતાં નવા બાંધકામના ફોટો અને વિડિયો માંગવામાં આવતા સહદેવસિંહ દ્વારા તે ફોટો અને વિડીયો પોતાના ફોનમાં પાડીને પાકિસ્તાની એજન્ટને આપવામાં આવ્યા હતા. જે કામ માટે પાકિસ્તાની એજન્ટે સહદેવસિંહ ને 40,000 રૂપિયા પોતાના માણસ મારફતે રોકડા મોકલાવ્યા હતા.
આરોપીની વધુ તપાસ કરતાં સામે આવ્યું કે જાન્યુઆરી 2025 માં સહદેવસિંહ ગોહિલે પોતાના આધાર કાર્ડથી પોતાના નામનું એક સીમકાર્ડ ખરીદ્યું હતું અને ફેબ્રુઆરી 2025 માં પાકિસ્તાની એજન્ટને વ્હોટસએપ ઓટીપી આપી તે નંબર પર વ્હોટસએપ ચાલુ કરાવ્યું હતું. તેજ નંબર ઉપર તેણે બીએસએફ અને ભારતીય નૌકાદળના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તાર ખાતે આવેલી ઓફિસોના ફોટા અને તે વિસ્તારમાં ચાલતા બાંધકામના નવા અને જુના ફોટો અને વિડીયો મોકલ્યા હતા. ગુજરાત એટીએસએ સહદેવસિંહના મોબાઇલને એફએસએલમાં મોકલી ટેકનિકલ એનાલિસિસ કરી પાકિસ્તાની મહિલા એજન્ટ સાથેની વ્હોટસએપ ચેટ તેમજ કોલ અને સંવેદનશીલ અને ગુપ્ત માહિતીના પુરાવા મેળવ્યા છે. તેવામાં સહદેવસિંહ ગોહિલ દ્વારા અત્યાર સુધીમાં કઈ કઈ સંવેદનશીલ માહિતીઓ પાકિસ્તાની એજન્ટને આપવામાં આવી છે અને તેને 40,000 રૂપિયા આપનાર વ્યક્તિ કોણ છે તે તમામ બાબતોને લઈને તપાસ અને પૂછપરછ માટે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીને 11 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
