News of Monday, 26th May 2025
કડીમાં કૌવત, વિસાવદરમાં વટઃ મત વિભાજન નિર્ણાયક
ચુનાવ કા વકત, નેતાજી કે લીએ બડા સખ્ત, લેકીન મજે મેં હોતે હૈ ઉનકે ભકત... : ભાજપ માટે પ્રતિષ્ઠાનો, કોંગ્રેસ માટે અસ્તિત્વનો જંગઃ આમ આદમી પાર્ટી માટે ટકી રહેવાનો પડકારઃ વિસાવદરમાં સમગ્ર રાજયનું ધ્યાન ખેંચતો

રાજકોટ તા. ર૬ :.. ગુજરાતના મહેસાણા જિલ્લાની કડી (અનૂસૂચિત જાતિ અનામત) અને જુનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી જાહેર થઇ છે. આજથી જાહેરનામું પ્રસિધ્ધ થતા ઉમેદવારી પત્ર ભરવાનો સમય શરૂ થયો છે. આવતા સોમવાર સુધી ઉમેદવારી કરી શકાશે. બેય બેઠકો માટે ત્રિપાંખીઓ જંગ નિヘતિ છે.
કડીની બેઠક ભાજપના ધારાસભ્ય કરશનભાઇ સોલંકીના અવસાનથી ખાલી પડી છે. વિસાવદરની બેઠક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામાથી ખાલી થઇ છે. તેઓ હવે ભાજપમાં જોડાઇ ગયા છે. કડીમાં કૌવત (તાકાત) નો જંગ અને વિસાવદરમાં વટનો સવાલ છે. ભાજપની સામે કોંગ્રેસ બન્ને બેઠકો પરથી લડવાનું જાહેર કરી દીધુ છે. આમ આદમી પાર્ટીએ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કરી દીધા છે. કડીમાં પણ આપ ઉમેદવાર ઉતારે તેવી શકયતા છે. બન્ને બેઠકો પર ત્રણેય પક્ષો વચ્ચે લડાઇ થાય તેવા અત્યારના સંજોગો છે. ભૂતકાળની જેમ આમ આદમી પાર્ટી કોંગ્રેસના મત તોડે તો તેનો સીધો ફાયદો ભાજપને થશે. મત વિભાજન નિર્ણાયક બનશે. રાજકારણમાં ચૂંટણી જીતવા કે હરાવવા ગમે તેવા ખેલ થતા હોય છે.
રાજયની ૧૮ર વિધાનસભા બેઠકોમાંથી હાલ ભાજપ પાસે ૧૬૧ બેઠકો છે. આ બેઠકોના પરિણામથી સરકાર પર કોઇ અસર થશે નહિ પણ રાજકીય અસર નોંધપાત્ર રહેશે. કડીમાં ભાજપ માટે બેઠક જાળવી રાખવી જરૂરી છે. વિસાવદર વિશેષ ચર્ચામાં છે. કોંગ્રેસને ર૦૧૭ પછી ફરી ચૂંટણી જીતવાની તક મળી છે. આમ આદમી પાર્ટી માટે બેઠક જાળવી રાખવાની કસોટી છે. ભાજપ કોઇપણ ભોગે આ બેઠક છીનવી લેવા માંગે છે. આપ અથવા કોંગ્રેસ બેઠક જીતે તો કાર્યકરોનો જુસ્સો વધી શકે તેમ છે. ભાજપ માટે અહીં પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. ત્રિપાંખીયો જંગ યથાવત રહે અને ત્રણેય પક્ષ પૂરી તાકાત કામે લગાડે તો કોણ કોના મત કાપે છે તે રસપદ બનશે. પેટાચૂંટણીનું પરિણામ ગુજરાતમાં કોંગી અને ‘આપ'ના સબંધોનું ભાવિ નકકી કરશે. નવા ચૂંટાનારા બન્ને ધારાસભ્યો માટે અઢી વર્ષ જેટલો કાર્યકાળ રહેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નવેમ્બર-ડીસેમ્બર ર૦ર૭ માં આવવાપાત્ર છે. (પ-૧પ)
જાહેરનામુ પ્રસિધ્ધઃ આજથી ઉમેદવારી કરવાનો સમય
કડી અને વિસાવદરનો ચૂંટણી કાર્યક્રમ
* જાહેરનામુ તા. ર૬ મે સોમવાર
*ઉમેદવારીનો છેલ્લો દિવસ તા. ર જૂન સોમવાર
* ઉમેદવારી પત્ર ચકાસણી તા. ૩ જુન મંગળવાર
* ઉમેદવારી પાછી ખેંચવાનો સમય તા. પ જુન ગુરૂવાર
* મતદાન તા. ૧૯ જુન ગુરૂવાર
* મત ગણતરી તા. ર૩ જુન સોમવાર
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
