News of Monday, 26th May 2025
જો યોગ્ય હવામાન મળશે અને મોન્સૂન બ્રેક નહીં આવે તો ગુજરાતમાં ચોમાસુ વહેલું પ્રવેશ કરી શકે: પરેશ ગોસ્વામી
સામાન્ય રીતે જોઈએ તો જ્યારે ચોમાસું કેરળમાં પ્રવેશ કરે એના 15 દિવસ પછી ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત થતી હોય છે

અમદાવાદ :હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, આગામી હવામાન મળશે તો જે રીતે ચોમાસું કેરળમાં વહેલું પ્રવેશ કર્યું એવી રીતે ગુજરાતમાં વહેલું પ્રવેશ કરી શકે છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ગત 24 તારીખે ચોમાસાનો પ્રવેશ કેરળમાં થઈ ચૂક્યો છે. સામાન્ય રીતે જોઈએ તો જ્યારે ચોમાસું કેરળમાં પ્રવેશ કરે એના 15 દિવસ પછી ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત થતી હોય છે. ગુજરાતની અંદર પણ મોનસુન બ્રેકની કન્ડિશન સર્જાઈ હતી. ચોમાસુ વલસાડ, વાપી, નવસારી સુધી ચોમાસુ પહોંચી ગયું હતું અને ત્યાં આવીને પણ અનેક વખત ચોમાસુ નિષ્ક્રિય થયું છે એટલે ઘણી વખત ચોમાસુ છે વચ્ચે રોકાઈ જતું હોય જ્યારે પણ મોન્સુન બ્રેકની કન્ડિશન સર્જાય એટલે કે ચોમાસુ આગળ વધતું હોય અને ચોમાસુ પછી યોગ્ય હવામાન ન મળે જેને કારણે નિષ્ક્રિય થઈએ જેને આપણે મોન્સુન બ્રેક કહીએ છીએ. આવી કંડિશન જ્યારે જ્યારે સર્જાય છે ત્યારે આઠ થી લઈને 15 દિવસનો ગેપ પણ આવતો હોય છે હવે આને જો યોગ્ય હવામાન મળશે તો જે રીતે કેરળમાં વહેલું પ્રવેશ કર્યું એવી રીતે ગુજરાતમાં વહેલું પ્રવેશ કરી શકે.
પરેશ ગોસ્વામીએ વધુમાં કહ્યું કે, હવે ગુજરાત માટે પણ નૈરુત્યનું ચોમાસું છે તે હાથવેતમાં છે બધા ખેડૂત ભાઈઓ હવે આપણે ચોમાસુ પાક વાવેતર કરવાની તૈયારી પણ કરવી જોઈએ કેમ કે ચોમાસાનો પ્રવેશ કેરળમાં થઈ ચૂક્યો છે. ચોમાસું ક્યાં પહોંચે કેટલી ગતિથી આગળ વધે છે કઈ જગ્યાએ નિષ્ક્રિય થાય છે કઈ જગ્યાએ ધીમું પડે છે અથવા તો કઈ જગ્યાએ સંપૂર્ણ બ્રેક લાગી શકે છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
