તા. ૨૯ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૯ શનિવાર
News of Monday, 26th May 2025
ગુજરાતમાં કોવિડના નવા વેરિએન્ટ LF.7ની એન્ટ્રી : સૌપ્રથમ કેસ નોંધાયો
પાંચેક દિવસ પહેલાં જે કોવિડ એક્ટિવ કેસ હતા તે તમામ ઓમિક્રોન વેરિએન્ટના હતા

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાએ ફરી એક વાર ધીમે ગતિએ પગપેસારો કર્યો છે. ગુજરાતમાં અત્યારે કોરોનાના 28 જેટલા કેસ એક્ટિવ છે, જે પૈકી અમદાવાદ શહેરમાં સૌથી વધારે કેસ છે. આ તબક્કે ગુજરાતમાં કોવિડના નવા વેરિએન્ટ LF.7નો સૌપ્રથમ કેસ નોંધાયો હોવાનું સામે આવ્યું છે. આ નવા વેરિએન્ટના લક્ષણોમાં સાધારણ કફ, તાવ, સ્નાયુમાં દુખાવો, થાક લાગવો જેવા છે. આ તરફ તબીબોએ પણ સલાહ આપી છે કે, ગભરાટ નહિ પણ સાવચેતી રાખવાની જરૂર છે અને ભીડભાડથી દૂર રહેવું આવશ્યક છે.
ગુજરાતમાં નવા વેરિએન્ટના પહેલા કેસ અંગે વધુ ફોડ પડાયો નથી. પાંચેક દિવસ પહેલાં જે કોવિડ એક્ટિવ કેસ હતા તે તમામ ઓમિક્રોન વેરિએન્ટના હતા. અત્યારે જે માહિતી સામે આવી રહી છે તેમાં ગુજરાતમાં નવા વેરિએન્ટ LF.7નો સૌપ્રથમ કેસ સામે આવ્યો છે. આ ઉપરાંત અન્ય રાજ્યમાં એન B.1.8.1નો પણ એક કેસ આવ્યો છે.
ડબ્લ્યુએચઓ દ્વારા આ વેરિએન્ટનો અત્યારે અભ્યાસ કરાઈ રહ્યો છે. આ બે વેરિએન્ટથી કોવિડ કેસમાં વધારો થયો હોવાનું મનાઈ રહ્યું છે. ગુજરાતમાં અત્યારે કોરોના પોઝિટિવ કેસમાં વેરિએન્ટ જાણવા માટે જીનોમ સિકવન્સિંગ ટેસ્ટ કરાઈ રહ્યા છે. કોવિડના એક્ટિવ કેસ મામલે ગુજરાત પાંચમા અને છઠ્ઠા ક્રમે હતું, જોકે અત્યારે ચોથા સ્થાને આવ્યું છે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
