<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th May 2025

સુરત : રેસ્ટોરન્ટ, કાફે અને કોમર્શીયલ વિસ્તારના મોબાઈલ અને રોકડાની ચોરી કરતા રીઢા આરોપીને ઝડપી લેવાયો

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ભરીમાતા રોડ ફૂલવાડી ઓવરબ્રીજ નીચેથી આરોપી રોહિત ઉર્ફે દીપુ રાજુ ડીમરને ઝડપી પાડ્યો

સુરત : રેસ્ટોરન્ટ, કાફે અને કોમર્શીયલ વિસ્તારના મોબાઈલ અને રોકડા રૂપિયાની ચોરી કરતા રીઢા આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

મળતી માહિતી મુજબ ગત તા.21-05-2025 ના રોજ ગોડાદરા ખાતે આવેલા ડીલીશીયસ હોટલમાંથી એક વ્યક્તિનો મોબાઈલ ફોન કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હતો જે બાબતે પાંડેસરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ભરીમાતા રોડ ફૂલવાડી ઓવરબ્રીજ નીચેથી આરોપી રોહિત ઉર્ફે દીપુ રાજુ ડીમરને ઝડપી પાડ્યો હતો

પોલીસે આરોપી પાસેથી 32 હજારની કિમંતના ૩ મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા, પોલીસના જણાવ્યા અનુસાર ગોડાદરા પોલીસ મથકમાં નોંધાયેલા બીએનએસ એક્ટ કલમ 305 મુજબનો ગુનો ડિટેકટ થયો છે , આ ઉપરાંત કતારગામ અને સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરેલ મોબાઈલ ફોન કબજે કર્યા છે, આ સિવાય પકડાયેલા આરોપીએ વેસુ, અલથાણ, ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા હોટલ તથા કાફેમાં પણ મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયાની ચોરી કરેલાની કબુલાત કરી છે. જે અંગેની વધુ તપાસ ચાલુ છે.

પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલો આરોપી રેસ્ટોરન્ટ તેમજ હોટલમાં કામ કરવા સારું જઈ થોડા દિવસ નોકરી કર્યા બાદ હોટલ તેમજ સ્ટાફના માણસોના મોબાઈલ રોકડા રૂપિયા તેમજ અન્ય કોમર્શીયલ હોટલ કે દુકાનનોના બારી બારણા શટર તોડી ચોરી કરવાની ટેવ વાળો છે.

 


 

(12:37 AM IST)