<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

પાટણના જાખોત્રા ગામે દલિત આધેડની હત્‍યાની શંકાઃ અર્ધ સળગેલી હાલતમાં મળતદેહ મળ્‍યોઃ પોલીસે શંકાના આધારે બે લોકોની ધરપકડ કરી

જીજ્ઞેશ મેવાણીએ સોશિયલ એક્‍સ ડિજિટલ મીડિયા પર આ ઘટના અંગે દુઃખ વ્‍યક્‍ત કરીને સરકારને પીડિત પરિવારને યોગ્‍ય વળતર અને ખેતીની જમીન આપવાની માગ કરીઃ તેમણે લોકોને ધારપુર સિવિલ હોસ્‍પિટલ ખાતે ન્‍યાય માટે ઉમટી પડવા અપીલ કરી

તસ્‍વીરમાં કોંગ્રેસના નેતા જીજ્ઞેશ મેવાણીએ ફેસબુક ઉપર વિડીયો વાયરલ કરીને આ ઘટના અંગે સૌને જાણ કરી હતી અને દલીત સમાજને સંગઠીત થવા અપીલ કરી હતી. જે નજરે પડે છે.

(જયંતીભાઈ ઠક્કર દ્વારા) પાટણ, તા.,૨૮:  સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ૫૦ વર્ષીય દલિત આધેડનો અર્ધ સળગેલી હાલતમાં મળતદેહ મળી આવ્‍યો છે. મળતકની ઓળખ હરજીભાઈ દેભાભાઈ સોલંકી તરીકે થઈ છે, જે મૂળ પીપરાળા ગામના રહેવાસી હતા અને હાલ રવૌવા ગામે રહેતા હતા.

આ ઘટનાની જાણ થતાં પોલીસે તાત્‍કાલિક ઘટનાસ્‍થળે પહોંચી મળતદેહનો કબજો લીધો અને વધુ તપાસ તેમજ ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે મળતદેહને ધારપુર મેડિકલ કોલેજ ખાતે મોકલ્‍યો. પોલીસે શંકાના આધારે બે વ્‍યક્‍તિઓની ધરપકડ કરી છે. મળતકના પગમાં ઝાંઝર અને ચણિયો પહેરાવેલા હોવાનું જાણવા મળ્‍યું છે, જે આ ઘટનાને વધુ ગંભીર બનાવે છે.

પાટણ ડીએસપીએ ઘટનાની પુષ્ટિ કરી અને જણાવ્‍યું કે પાટણ એલસીબીએ તપાસ શરૂ કરી છે. આ ઘટનાને લઈને સ્‍થાનિક લોકોમાં રોષ ફેલાયો છે અને નિષ્‍પક્ષ તપાસ સાથે આરોપીઓને કડક સજાની માગ ઉઠી છે.

કોંગ્રેસ નેતા જીજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ શ્નહ્‍ઙ્ખ પર આ ઘટના અંગે દુઃખ વ્‍યક્‍ત કરીને સરકારને પીડિત પરિવારને યોગ્‍ય વળતર અને ખેતીની જમીન આપવાની માગ કરી છે. તેમણે લોકોને ધારપુર સિવિલ હોસ્‍પિટલ ખાતે ન્‍યાય માટે એકઠા થવા અપીલ કરી છે.

આ ઘટના ગુજરાતમાં દલિતો પર થતા અત્‍યાચારની વધુ એક કડી હોવાનું જણાઈ રહ્યું છે, જેના કારણે સમાજમાં કાયદાના અમલ અંગે ચિંતા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. પાટણના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામે હરજીભાઈ દેભાભાઈ સોલંકીનો અર્ધ સળગેલો મળતદેહ મળ્‍યો છે.પોલીસે શંકાના આધારે બે લોકોની ધરપકડ કરી છે. IGP બોર્ડર રેન્‍જ ચિરાગ કોરાડિયાએ તપાસ શરૂ કરી છે.

(2:40 PM IST)