<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) રાજકોટ યાર્ડમા 1700 રૂપિયા બોલાયો: જાણો 13 યાર્ડમાં શું રહ્યા ભાવ

ગુજરાતના 13 માર્કેટ યાર્ડમાં કુલ 288.21 ટન લીંબુની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 13 માર્કેટ યાર્ડમાં કુલ 288.21 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) રાજકોટ માર્કેટ યાર્ડમા 1700 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં લીંબુનો નીચો ભાવ 800 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ગોંડલમાં 1600 રૂ., અમદવાદમાં 1200 રૂ., અંકલેશ્વરમાં 1 હજાર રૂ., પાદરામાં 900 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

 

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 288.21 ટન લીંબુની આવક થઇ છે.

(9:06 PM IST)