<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

ફાયર બ્રિગેડના કર્મચારીઓ માટે રૃ.૩૯ લાખના ખર્ચે યુનિફોર્મ ખરીદશે

કુલ રૃ.૩૯,૮૩,૫૭૨ના ભાવપત્રકને સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરી મંજુરી મેળવી આપવા બાબતે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે

વડોદરા,તા.૨૮

વડોદરા પાલિકાના અગ્નિશાંતિ શાખાના કર્મચારીઓ માટે વર્ષ ૨૦૨૪-૨૦૨૫ના બ્લોક પેટે જરૃરી યુનિફોર્મ ખરીદવા અંદાજીત રકમથી ૪.૭૮ ટકા ઓછાના એટલે કે કુલ રૃ.૩૯,૮૩,૫૭૨ના ભાવપત્રકને સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરી મંજુરી મેળવી આપવા બાબતે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

પાલિકાની અગ્નિશાંતિ શાખાના કર્મચારીઓ માટે વર્ષ ૨૦૨૪-૨૫ના બ્લોક પેટે જરૃરી ગરમ યુનિફોર્મ ખરીદ કરવાના કામે ખાતા દ્વારા અધિકાર પરત્વે મેળવેલ મંજુરી આધારે ભાવપત્રો મંગાવતા આ કામે બે ઇજારદારના ભાવપત્રો આવેલ છે. બે ભાવપત્રો પૈકી ઓછા ભાવના ઇજારદાર મે.પ્રિશા એન્ટરપ્રાઇસનું અંદાજી રકમથી ૪.૭૮ ટકા ઓછાનુ એટલે કે કુલ રૃ.૩૯,૮૩,૫૭૨નુ (અધિકારી માટે રૃ.૨૫,૨૨૦/સેટ તથા કર્મચારી માટે રૃ.૧૭,૭૯૬/સેટ) ભાવપત્ર આવ્યું હતું. સદર ભાવપત્રકને સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરી મંજુરી મેળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

(9:17 PM IST)