News of Thursday, 29th May 2025
મધ્યપ્રદેશના વોન્ટેડ કેફી પદાર્થના માફિયાનો જથ્થો સુરતમાં ફેલાય તે પહેલા SOG દ્વારા ઝડપી લેવાયો
ડ્રગ્સ વિરુદ્ધની ઝુંબેશ હોવાથી અફીણ અને પોશ ડોડાનો પાવડર લાવનાર પેડલરને, હેડકોન્સ્ટેબલ કિરીટભાઇ અને મહિપાલભાઈની બાતમી આધારે ટીમે ઝડપી લીધો : કમિશનરશ્રી દ્વારા લોકોને અપાયેલ વચન અમે તેમની ગેરહાજરીમાં પણ નિષ્ઠાપૂર્વક નિભાવીએ છીએ, SOG PI અશોક ચોધરી સાથે ‘અકિલા'ની વાતચીત...

રાજકોટ, તા.૨૯: વડોદરાના પોતાના કાર્યકાળ દરમિયાન જેમના સંતાનો ડ્રગ્સના રવાડે ચઢયા અને પરિવારનું જીવન નર્ક બની ગયાની સંખ્યાબંધ વાલીઓ દ્વારા ચોધાર આંસુએ રડતા રડતા કરેલ રજૂઆત બાદ માનવીય અભિગમ ધરાવતા તત્કાલીન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્રવી ઉઠ્યા અને આવા સંતાનોની કારકિર્દી બરબાદ ન થાય તે માટે લોકોના સહયોગથી ડ્રગ્સ વિરોધી અભિયાન શરૂ કરેલ, જેના ખૂબ સારા પરિણામ આવેલ. વિદેશથી ખાસ પ્રકારની કીટ મંગાવેલ જે બાબતે બહારના રાજ્ય દ્વારા પણ આ સિનિયર IPSની તારીફ થયેલ.
આ બાબત કેન્દ્રમાં રાખી સુરત કે જે મુંબઇથી નજીક હોવાથી ડ્રગ્સ કલ્ચર ઘૂસતું રોકવા ચાર્જ સંભાળતા જ નો ડ્રગ્સ ઈન સુરત અભિયાન લોકોના સહયોગથી શરૂ કરી સમગ્ર પોલીસ તંત્ર માટે દ્રઢ નિર્ણય દ્વારા ફસ્ટ પ્રાયોરીટી પર મુકેલ, જે સુરતની SOG, સહિત પોલીસ તંત્ર દ્વાર અથાગ જહેમતથી સફળ બનાવવામાં આવતા વધુ એક મોટી સફળતા ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્ત અને ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શનમાં મળી હોવાનું ટીમના સુકાની SOG પીઆઇ અશોક ચોધરીએ ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
ઉપરોકત સુચના અંતર્ગત એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટરનાઓએ સુરત શહેરમાં નાર્કોટીક્સ ડ્રગ્સ અંગેની બદીને સંપૂર્ણપણે નેસ્ત નાબુદ કરવા માટે એસ.ઓ.જી.ના માણસોની અલગ-અલગ ટીમ બનાવી આવેલ જે ટીમ દ્વારા નાર્કોટીક્સની પ્રવળતી કરતા ઈસમો અંગે માહિતી મેળવવા ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમનસોર્સીસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા. તે દરમ્યાન એસ.ઓ.જી.ના અ.હે.કો. કિરિટભાઇ સામજીભાઇ તથા અ.હે.કો. મહીપાલ માધુભાઇ નાઓને મળેલ બાતમી આધારે ઘર નં.૫૦ પ્રિયંકાસીટી સોસાયટી, પર્વતગામ, ગોડાદરા સુરત ખાતેથી આરોપી હરીરામ ગોરધનભાઇ ગિલ્લા ઉ.વ.૫૮ ધંધો.વેપાર રહે.ઘર નં.૫૦ પ્રિયંકાસીટી સોસાયટી, પર્વતગામ, ગોડાદરા સુરત. મુળરહે.ગામ-પૂર પોસ્ટ-પૂર તા.સાચોર જિ.જાલોદ રાજસ્થાનના ને પકડી પાડી તેની પાસેથી નશાયુકત પ્રતિબંધીત પોશ ડોડા (પોપીસ્ટ્રો) નો જીણો ભુક્કો કુલ વજન ૫૧.૦૨૦ કિ.ગ્રા. જેની કુલ કિ.રૂ.૭.૬૫,૩૦૦/ તથા નશાયુકત પ્રતિબંધીત અફીણ વજન ૫૮૦ ગ્રામ જેની કુલ કિ.રૂ.૧,૭૪,૦૦૦/ તથા રોકડ રૂપિયા ૧,૩૦,૦૦૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કુલ્લે કિં.રૂ.૧૦,૭૯,૦૦૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.
મજકુર આરોપીની પુછપરછ દરમ્યાન આરોપી છુટક ડ્રગ્સનુ વેચાણ કરવા સારૂ મધ્યપ્રદેશ ખાતે રહેતા વોન્ટેડ આરોપી પાસેથી સદરહું માદક પદાર્થનો જથ્થો લાવેલ હોવાની હકીકત જણાવતા મજકુર આરોપી વિરૂધ્ધમાં ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફઝભ્લ્ અધિનીયમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે. તેમ પીઆઇ અશોક ચીધરીએ ‘અકિલા' સાથેનું વાતચીતમાં વિશેષમાં જણાવ્યું છે.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
