<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

પાટણનાં જાખોત્રામાં ‘દ્રશ્‍યમ' ફિલ્‍મ જોઇને વૃધ્‍ધને પતાવી દીધા'તા

પ્રેમીનો પ્‍લાન અજાણ્‍યા વૃધ્‍ધના મૃતદેહને ગીતાના મૃતદેહમાં ખપાવીને બન્ને મુંબઇ ભાગી જવાનો હતોઃ પ્રેમી પંખીડાની ધરપકડ :લાશની જરૂર પડતા અજાણ્‍યા વૃધ્‍ધને મોતને ઘાટ ઉતાર્યા પછીસ્ત્રીના વષાો પહેરાવીને પેટ્રોલ છાંટીને લાશને સળગાવી દીધી

 

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ, તા. ર૯: પાટણના સાંતરપુર પંથકના જાખોત્રામાં ગઇકાલે પ૦ વર્ષના હરજીભાઇ દેભાઇ સોલંકી (રહે. પીપરાળા-વૌવા) નો મૃતદેહ ઝાંઝરી અને ચણીયો પહેરાવેલી હાલતમાં મળી આવ્‍યા બાદ આ વૃધ્‍ધની હત્‍યા પ્રેમી પંખીડાએ લાશની જરૂર પડતા કરી હોવાનું ખુલતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ પ્રકરણમાં પ્રેમી પંખીડા ગીતા અને ભરતની ધરપકડ કરી છે.

સાંતલપુરના જાખોત્રા ગામમાં દ્રષ્‍યમ ફિલ્‍મ જોઈ પરણિતાએ પ્રેમી સાથે ભાગી પોતાની ખોટી આત્‍મહત્‍યાનો પ્‍લાન ઘડયો હતો. બાદમાં પ્રેમી સાથે મળી આધેડની હત્‍યા કરી લાશને પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પ્‍લાનમાં માત્ર પેટ્રોલ ઓછું પડતા લાશ સંપૂર્ણ ન સળગતા પોલીસે તાર જોડી કલાકોમાં જ મહિલા અને તેનો પ્રેમી રાજસ્‍થાન ભાગે તે પહેલા પાલનપુર રેલવે સ્‍ટેશનથી જ ઝડપી પાડયા હતા.

પાટણ પોલીસને મંગળવારે સવારે જાખોત્રા ગામમાં ૫૦ વર્ષના આધેડની લાશ મળી હતી. લાશ પર યુવતીના કપડાં અને પગમાં ઝાંઝરી પહેરાવેલી હતી. આધેડની ઓળખ વૌવા ખાતે રહેતાં હરજીભાઈ સોલંકી તરીકે થઈ હતી. તપાસમાં સુરેશ આહીરની પત્‍ની ગીતાબેન (ઉ.વ. ૨૨) ગુમ હોવાનુ માલૂમ પડતાં પરિવારને સાથે રાખી તપાસ કરતા કેસરી કલરનો ચણીયો અને ચાંદીની ઝાંઝરી ગીતાની હોવાનું અનુમાન લગાવાયું હતું. હત્‍યાને અંજામ આપી ગીતા તેના પ્રેમી ભરત સાથે ભાગી ગઈ હતી.

ગીતા માત્ર ૨૨ વર્ષની છે તેને એક સંતાન પણ છે. છતાં પાડોશી યુવક સાથે પ્રેમ સંબંધમાં બંધાતા માત્ર ત્રણ મહિનાના પ્રેમમાં જ અંધ બનીને પતિ અને સંતાનને છોડી પ્રેમી સાથે જીવન જીવવા માંગતી હોય તેને આ સમગ્ર મોતનો ખેલ ખેલ્‍યો હતો.

પોલીસ અધિક્ષક વી કે નાયી એ જણાવ્‍યું હતું કે મહિલાએ દ્રશ્‍યમ ફિલ્‍મ જોઈ આત્‍મહત્‍યા કરી હોવાનો પ્‍લાન ઘડવા માટે આધેડની હત્‍યા લાશ પર તેના કપડા અને ઝાંઝરી પહેરાવી દીધી હતી. ભરતે આજુબાજુનાં બરારા, દાત્રાણા, મઢુત્રા ગામમાં એવી વ્‍યક્‍તિની શોધખોળ કરવા લાગ્‍યો કે જેને પોતે લઈ જઈ શકે અને તેને મારીનેસ્ત્રીના કપડા પહેરાવીને સળગાવી શકે પરંતુ શોધખોળ દરમિયાન કોઈ માણસ મળી ન આવતાં છેલ્લે વૌવા ગામેથી ભરતને એક રખડતા ભટકતો આધેડ જોવા મળ્‍યો હતો. જેને ભરત બાઈક પર ખેતરમાં લઈ જઈ હત્‍યા કરી નાંખી હતી.

(3:57 PM IST)