<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો : 22 તાલુકામાં 1થી અઢી ઇંચ સુધી વરસાદ પડ્યો : મોડાસામાં 2.4 ઇંચ, સરસ્વતીમાં 2.2 ઇંચ, પાટણમાં 2, આંકલાવમાં 2 ઇંચ

આજે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 34 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો : આહવામાં 24 મિ.મી., ઝગડિયામાં 22, ભરૂચમાં 21, સુબિરમાં 21, વાલિયામાં 19, સોનગઢમાં 15, કરજણમાં 14, હાંસોટમાં 13, સતલાસણામાં 12, વઘઇમાં 12 અને અંકલેશ્વરમાં 10 મિ.મી. વરસાદ વરસ્યો

અમદાવાદ તા.૨૯ : ગુજરાત મોડી રાતથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આજે સવારથી રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે અનેક તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. આજે સવારે 12 વાગ્યા સુધીમાં 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સથી વધુ આહવામાં 24 મિ.મી. અને ઝગડિયામાં 22 મિ.મી વરસાદ વરસ્યો છે. ગત 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં મોડાસામાં 2.4 ઇંચ અને સરસ્વતીમાં 2.2 ઇંચ વરસાદ નોંધાયો હતો.

આજે કેટલા તાલુકામાં નોંધાયો વરસાદ

આજે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 34 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. જેમાં આહવામાં 24 મિ.મી., ઝગડિયામાં 22, ભરૂચમાં 21, સુબિરમાં 21, વાલિયામાં 19, સોનગઢમાં 15, કરજણમાં 14, હાંસોટમાં 13, સતલાસણામાં 12, વઘઇમાં 12 અને અંકલેશ્વરમાં 10 મિ.મી. વરસાદ વરસ્યો છે. અહી નીચે દર બે કલાકના વરસાદના આંકડા આપવામાં આવ્યા છે.

આજનો સવારે 8થી 12 વાગ્યાનો વરસાદ

આજે સવારે 8થી 12 વાગ્યા સુધીમાં 11 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. જેમાં આહવામાં 24 મિ.મી., સુબિરમાં 14, કરજણમાં 14, સતલાસણામાં 12, વઘઇમાં 8, મહુવા(સુરત)માં 7, હાલોલમાં 5 અને ઓલપાડમાં 4 મિ.મી. વરસાદ નોંધાયો છે.

આજનો સવારે 6થી 8 વાગ્યાનો વરસાદ

આજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 27 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. જેમાં ઝગડિયામાં 22 મિ.મી. ભરૂચમાં 21 મિ.મી., વાલિયામાં 18, સોનગઢમાં 15, હાંસોટમાં 13, અંકલેશ્વરમાં 10, ઠાસરામાં 8, સિનોરમાં 8 અને સુબિરમાં 7 મિ.મી. વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. જેમાંથી 22 તાલુકામાં 1થી અઢી ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં મોડાસામાં 2.4 ઇંચ, સરસ્વતીમાં 2.2 ઇંચ, પાટણમાં 2, આંકલાવમાં 2, મહેસાણામાં 1.8, પોશિનામાં 1.8, ઉંઝામાં 1.7, આણંદમાં 1.7, સિદ્ધપુરમાં 1.6, વિજાપુરમાં 1.6, મેઘરજમાં 1.5, વડગામમાં 1.4, હિંમતનગરમાં 1.4, પાલનપુરમાં 1.4, કડીમાં 1.2 અને માણસામાં 1.1 ઇંચ વરસાદ વરસ્યો છે.

(4:02 PM IST)