News of Thursday, 29th May 2025
વડોદરામાં પીધેલા કાર ચાલકે ચાર વાહનોને અડફેટે લીધા : લોકોના ટોળાએ પકડીને લમધાર્યો : પોલીસ હવાલે કર્યો
કારમાંથી બિયરના ત્રણ ટિન પણ મળ્યા: બંને યુવક નશાની હાલતમાં: કારચાલક કોન્ટ્રાક્ટર :કાર તેની માતાના નામે રજિસ્ટર થયેલી: બીજો આરોપી પેટલાદનો

વડોદરાઃ શહેરમાં નશાની હાલતમાં એક કાર ચાલકે ચાર જેટલા વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં એક્ટિવા પર જઈ રહેલા બે લોકો અને રિક્ષાચાલકને ઈજા પહોંચી હતી. ઘટના બાદ કારમાં બેઠેલા બંને લોકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એકત્ર થયેલા લોકોએ તેમને ઝડપીને ફટકાર્યા હતા.
આ દરમિયાન કોઈએ પોલીસને જાણ કરતાં પોલીસ પણ આવી પહોંચી હતી અને તેમને પોલીસ હવાલે કરી દીધા હતા. કારમાંથી બિયરના ત્રણ ટિન પણ મળ્યા હતા. બંને યુવક નશાની હાલતમાં હોવાનું સામે આવતાં પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો હતો.
કારચાલક કોન્ટ્રાક્ટર છે અને કાર તેની માતાના નામે રજિસ્ટર થયેલી હતી. બીજો આરોપી પેટલાદનો છે અને થોડા સમય પહેલાં જ વડોદરામાં ભાડેથી રહેવા આવ્યો હતો. બંન્ને નશાની હાલતમાં હોવાનુ સામે કેસ નોંધી પૂછપરછ બાદ મેડિકલની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
