News of Friday, 30th May 2025
મનીષ કુકરી ગેંગને મધ્યપ્રદેશથી ઝડપવા સુરત ક્રાઇમ બ્રાન્ચનું દિલધડક ઓપરેશન
લોઢું લોઢાને કાપે...હત્યા, હત્યા પ્રયાસ, લૂંટ જે ગેંગ માટે સામાન્ય બાબત હતીઃ સૌરાષ્ટ્ર મૂળના ખૂંખાર આરોપીઓને પકડવા મૂળ સૌરાષ્ટ્રના અધિકારીઓની પસંદગી કરવાની રણનીતિ અનુપમસિંહ ગેહલોત અને ડીસીપી ભાવેશ રોજિયાએ ઘડી, જે સફળ રહી : ગેંગ સ્ટારો રોજ ૫૦૦ થી ૬૦૦ કી.મી કાર ચલાવી રોડ પરના ખુલ્લા ધાબામાં રાત્રિ રોકાણ કરી, તુરંત જગ્યાઓ છોડી દેતા, પકડવા ખૂબ મુશ્કેલ હતાં પણ અમારી આખી ટીમ કોઈપણ ભોગે જબ્બે કરી જંપ લેવા માગતી હતી.... પીઆઇ જયરાજસિંહ ઝાલા ‘અકિલા' સમક્ષ રસપ્રદ દાસ્તાન વર્ણવે છે : ક્રાઈમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્ત, ઇન્ચાર્જ ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શનમાં પીઆઇ પી. કે. સોઢા,એચ.એ સિંધા, psi કે.એચ. પુવાર તથા ક્રાઇમ બ્રાન્ચ ટીમ સીપીની કસોટીમાં ફુલ્લીપાસ

રાજકોટ, તા.,૩૦ : હત્યા , હત્યાના પ્રયાસો , ખંડણી, અપહરણ, લૂંટ સાથે આર્મ્સ એક્ટના ભંગ જેવા ડઝનબંધ ગુન્હાઓ જેમના સૂત્રધાર તથા ગેંગ સભ્યના નામે પોલીસ ચોપડે બોલી રહ્યા છે , તેવા મૂળ સૌરાષ્ટ્ર સાથે સંકળાયેલ સૂત્રધાર અને તેના મહત્વના સાથીને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમોની જહેમત અને ક્રાઈમ બ્રાંચ વડા રાઘવેન્દ્ર વસ્ત, ઇન્ચાર્જ ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ આખું ઓપરેશન પાર પાડ્યું છે. આ કુવિખ્યાત ગેંગને પકડવા માટે રજા પર જતા અગાઉ પોલીસ કમિ‘ર અનુપમસિંહ ગેહલોત દ્વારા હાલ રજા પર ગયેલ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ભાવેશ રોજીયા દ્વારા આખી રણનીતિ તૈયાર કરી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઈન્ડોએક્ટર તથા ટીમને મેદાને ઉતારી હતી.
ક્રાઈમ બ્રાન્ચ ટીમમાં આરોપીઓ મૂળ સૌરાષ્ટ્રના હોવાથી તેમની મોડેસ ઓપરેન્ડી તથા સૌરાષ્ટ્રમાં મોટું નેટવર્ક ધરાવતા પીઆઇ જે.એન. ઝાલાની વિશેષ પસંદગી થયેલ.
‘અકિલા' સાથેની વાતચીતમાં પીઆઇ જે એન. ઝાલાએ ખૂંખાર અપરાધીઓ સાથેના વિશેષ ઓપરેશનની દિલધડક દાસ્તાન વર્ણવી છે . આ ગેંગ તા.૧૬ મે ના રોજ સુરતની સરથાણા વિસ્તારમા બાપા સીતારામ ચોકમાં આવેલ હોટલ વ્હાઇટ હાઉસમાં પ્રવેશી ફરિયાદીના ભાગીદાર પાર્થ અને અનિકેતન તથા વિવિકભાઇ પર લાકડા, લોખંડના પાઇપ વડે હુમલા સાથે દરવાજાને પણ નુકશાન કરેલ. આ સાથે રોકડ, ઓરિજિનલ પાનકાર્ડ, આધારકાર્ડની લૂટ કરેલ.આ વખતે જાનથી મારી નાખવાની ધમકી આપેલ. પોલીસે ગુન્હા નોંધી તપાસ હાથ ધરેલ. સુરતમાં આ પ્રકારની ઓર્ગેનાઇઝ્ડ ગેંગ દ્વારા જે કાર્ય કર્યું તેનાથી અનુપમ- સિંહ ગેહલોત સમસમી ઊઠી ક્રાઇમ બ્રાંચને જવાબદારી આપી હતી. તેમ જયરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું
મજકુર આરોપીઓ અગાઉ અમદાવાદ અને સુરત શહેરમા ખુન, ખુનની કોશીષ, ખંડણી, અપહરણ, લૂંટ, તથા આર્મ્સ એકટ જેવા ગંભીર પ્રકારના ઓર્ગેનાઇઝ ક્રાઇમ જેવા ગંભીર ગુનાઓમા સંડોવાયેલ હોય પોતાની ધરપકડ ટાળવા સારૂ બનાવ પછી અમદાવાદ રાજસ્થાન મા પાલી તેમજ મધ્યપ્રદેશમા ઓમકારેશ્વર, ગોવા, હૈદરાબાદ તેમજ મહારાષ્ટ્રમા નાગપુર, સતારા જેવા વિવિધ સ્થળોએ દરરોજ અંદાજે ૫૦૦ થી ૬૦૦ કી.મી. ની સતત મુસાફરી કરી અને રાત્રીના સમયે રોડ પરના ઢાબાઓ ઉપર રોકાણ કરી તરત જગ્યા છોડી સતત ડ્રાઇવીંગ કરી મુસફરી કરી પોલીસ પકડથી દુર રહેવા માટે પ્રયાસો કરી રહેલ હોય તેઓને ક્રાઇમબ્રાંચ સુરત શહેરની જુદી જુદી ટીમો જેમા પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા, પોલીસ ઇન્સપેકટર પી.કે.સોઢા, પોલીસ ઇન્સપેકટર એચ.એ.સિંધા, અને પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એચ.પુવાર, અને ક્રાઇમબ્રાંચના માણસો ની ટીમો દ્વારા સતત પાચ દિવસથી પીછો કરી ટેકનીકલ તથા હયુમન ઇન્ટેલીજન્સ દ્વારા પકડી પાડેલ હોય મજકુર આરોપીઓ અર્બન ક્રુઝર સફેદ કલરની GJ-01-WH-1857 અને જુદી જુદી કંપનીના કુલ ૦૭ મોબાઇલ ફોન અને ૦૪ ડોંગલ રાઉટર સાથે ઝડપી પાડેલ છે. મજકુર આરોપીઓ ગંભીર ગુનાહીત ઇતિહાસ ધરાવે છે. પકડાયેલ મનીષ , મિતેષ અને ચિરાગ ત્રણે મૂળ સૌરાષ્ટ્રના છે, ટેકનીકલ સર્વેલેન્સ બાતમીદાર વર્તુળ કામે લગાડેલ. અંતે તેનું લોકેશન પંચમઢી મધ્યપ્રદેશ હોવાનું શોધી ઓપરેશન હાથ ધરેલ.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
