<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

ઢોલાર ગામના ખેતરમાંથી ૭૬.૮૦૦ નો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડતી નર્મદા એલસીબી

(  ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા એલસીબી ટીમે બાતમીના આધારે ઢોલાર ગામના ખેતરમાં સંતાડેલ અંગ્રેજી દારૂ નો જથ્થો પકડી ગુનો દાખલ કર્યો છે મળતી માહિતી અનુસાર નર્મદા એલસીબી પીઆઇ આર.જી. ચૌધરીના માર્ગદર્શ અને પીએસઆઈ ડી.આર રાઠોડની સૂચનાથી એલસીબી ટીમના માણસોમાં હે.કો. ઉમેશભાઈ વામનભાઈ બ.નં ૨૩૪ તથા પો.કો. અનિલભાઈ હરજીભાઈ બ.નં ૦૧૭૧ તથા બીજા પો.સ્ટાફના માણસો ઢોલાર ગામના બસ સ્ટેન્ડ પાસે આવતા બાતમીદારથી બાતમી મળેલ કે ઢોલાર ગામ ખાતે રહેતા સંદિપભાઈ નરેશભાઇ વસાવાનાનો ગે.કા.અંગ્રેજી દારૂ જથ્થો ગામની સીમમા આવેલ તેઓના કેળાના વાવેતર વાળા ખેતરમાં સંતાળી રાખેલ છે. એલસીબી ટીમે ઢોલાર ગામની સીમમાં આવેલ બાતમીવાળા ખેતરે તપાસ કરતા ત્યાથી રૂપિયા ૭૬.૮૦૦ નો અંગ્રેજી દારૂ મળી આવેલ પરંતુ દારૂ રાખનાર સંદીપ વસાવા હાજર નહી મળતા એલસીબીએ મુદામાલ જપ્ત કરી સંદીપ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.આ કેસની ફરિયાદ એલસીબી ના એએસઆઈ કિરણ રતિલાલ બ. નં.૭૩૭. નાઓ એ આપી છે.

(9:41 PM IST)