તા. ૧૩ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૧૦ મંગળવાર
News of Saturday, 31st May 2025
સુરતમાં કોરોનાનો ફફડાટ :ત્રણ વૃદ્ધ સહીત ચાર નવા કેસ : દર્દીઓની સંખ્યા વધીને 11 થતા આરોગ્ય વિભાગ એલર્ટ
સગરામપુરાના વૃદ્ધ, રાંદેર રોડનો યુવક, ઉધનાના વૃદ્ધ અને ગોડાદરાના વૃદ્ધા કોરોનાની ઝપેટમાં: ચારેયની ટ્રાવેલ હિસ્ટ્રી મળી

સુરતમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 11 થતા આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. સુરતમાં ત્રણ વૃદ્ધ સહીત ચાર લોકોને કોરોના વળગ્યો છે કોરોનાના નવા ચાર કેસ નોંધાયા છે.
સુરતના સગરામપુરાના વૃદ્ધ, રાંદેર રોડનો યુવક, ઉધનાના વૃદ્ધ અને ગોડાદરાના વૃદ્ધા કોરોનાની ઝપેટમાં આવ્યા છે આ ચારેયની ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી છે. હાલમાં ચારેય દર્દીઓને ઘરે જ આઈસોલેટ કરવામાં આવ્યા છે. કોરોનાના નવા ચારેય દર્દીઓની તબીયત સ્થિર છે. આ દર્દીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે GBRC, ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે.
(1:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
