<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

અમદાવાદ મહાનગરપાલિકા વૃક્ષારોપણ પાછળ કરોડો રૂપિયાનો ધુમાળો કરશે: વિપક્ષે ઉઠાવ્યા તીખા સવાલ

AMCએ 71 લાખ વૃક્ષો ઉગાડવાનો દાવો કર્યો પરંતુ છેલ્લા 3 વર્ષમાં 24 લાખ 83 હજાર વૃક્ષોના રોપા બળી ગયા છે. AMC કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવતા હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો છે.

અમદાવાદઃ મહાનગરપાલિકા વૃક્ષારોપણ પાછળ કરોડો રૂપિયાનો ધુમાળો કરશે. આ માટે એએમસી અધધધ 69 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. ત્યારે આવા મોંઘાદાટ વૃક્ષારોપણ પાછળ કરોડોનો ખર્ચ કરવાની વાતથી વિવાદ સર્જાયો છે.

21 લાખ વૃક્ષના રોપા વાવવાનો ખર્ચો 69 કરોડ કરવામાં આવશે. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી એએમસી વૃક્ષારોપણ શરૂ કરશે. શહેરમાં 40 લાખ વૃક્ષોના રોપા વાવવામાં આવશે. જેમાંથી 21 લાખ વૃક્ષોના રોપા વાવવા ચાર એજન્સીઓને કામગીરી સોંપવામાં આવી છે.

આ ચાર એજન્સીઓને એએમસી 69 કરોડ રૂપિયા ચૂકવશે. AMCએ છેલ્લા 6 વર્ષમાં 1 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે. જેમાંથી 40 લાખથી વધુ વૃક્ષના રોપાનો ઉછેર જ નથી થયો. વિપક્ષે આ અંગે આક્ષેપ કર્યો છે કે, AMC વૃક્ષારોપણના નામે ભ્રષ્ટાચાર કરે છે. છેલ્લા 3 વર્ષમાં વૃક્ષારોપણ માટે 66.21 કરોડનો ખર્ચ કર્યો છે. AMCએ 71 લાખ વૃક્ષો ઉગાડવાનો દાવો કર્યો છે. પરંતુ છેલ્લા 3 વર્ષમાં 24 લાખ 83 હજાર વૃક્ષોના રોપા બળી ગયા છે. AMC કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવતા હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો છે.

(1:11 PM IST)