News of Saturday, 31st May 2025
કોરોનાનો કોઇ નવો પ્રકાર નથી, ચિંતા ન કરો, સાવચેત રહો : ઋષિકેશ પટેલ
રાજયના આરોગ્ય મંત્રીની અકિલા સાથે વાતચીત

રાજકોટ, તા. ૩૧: રાજયમાં કોરોનાના કેસમાં એકધારા ઉછાળા વચ્ચે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે લોકોને ચિંતા ન કરવા પણ સજાગ રહેવા અને કોરોનાને લગતા લક્ષણો જણાય તો તબીબી સલાહ મુજબ સારવાર લેવા અનુરોધ કર્યો છે.
શ્રી ઋષિકેશ પટેલએ આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે કોરોનાનો કોઇ નવો વેરીએન્ટ આવેલ નથી. અગાઉનો વેરીએન્ટ નો સબ વેરીએન્ટ જ છે. કોઇને તાવ, શરદી, ઉધરસ, નબળાઇ, શરીર તુટવુ જેવી તકલીફ જણાય તો ડોકટરની સલાહ મુજબ સારવાર લેવી. આવી વ્યકિતએ પોતાની જાતને પરિવારના અન્ય સભ્યોથી અમુક દિવસ સુધી અળગી રાખવી. તબીબોએ અમને જણાવ્યા મુજબ આ વેરીએન્ટ જીવલેણ નથી. લોકોએ ચિંતા કરવા જેવુ નહી પણ માત્ર સાવચેતી રાખવા જેવુ છે. રોગોચાળાની પરિસ્થતિની સરકાર દ્વારા સમયાંતરે સમીક્ષા થતી રહે છે. બેડ, દવા, ઓકસીઝન, વેન્ટીલેટર વગેરે વ્યવસ્થા રાખવામાં આવેલ છે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ રાજય સરકાર જરૂરી કાર્યવાહી કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે તબીબી વર્તુળોના જણાવ્યા મુજબ કોરાનાના મુખ્ય ત્રણ લક્ષણ છે શરદી, તાવ રહેવો તથા સતત ખાંસી થવી. ઘણી વખત દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. કોરોના વાઇરસને કારણે અસામાન્યપણે ઉધરસ આવી શકે છે. આવી ઉધરસ વધુ વખત આવતી હોય છે, જો ખાંસીની સાથે ગળફો આવે તો તે ગંભીર લક્ષણ ગણાય છે. લક્ષણ દેખાય એટલે તબીબી સલાહ લેવી હિતાવહ છે.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
