તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Saturday, 31st May 2025
જાહેરમાં કુરબાની પર પ્રતિબંધ :બકરી ઈદ સંદર્ભે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું
કોઈપણ વ્યક્તિએ કોઈપણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં, શેરીઓમાં કે મહોલ્લામાં, જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરવી નહીં

અમદાવાદ: આગામી 07 જૂન, 2025 ના રોજ આવનારા “બકરી ઇદ એટલે કે ઈદ-ઉલ-અઝાના તહેવાર આવે છે. આ તહેવારની ઉજવણી દરમિયાન સુલેહશાંતિનો ભંગ ના થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
પોલીસ કમિશ્નર જી.એસ. મલિક દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા- 2023ની કલમ-163 હેઠળ જારી કરાયેલા આ આદેશ મુજબ, શહેરમાં શાંતિ અને સદભાવ જળવાઈ રહે તે માટે નીચે મુજબના નિયમો લાગુ પડશે:
જાહેરમાં કુરબાની પર પ્રતિબંધ: કોઈપણ વ્યક્તિએ કોઈપણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં, શેરીઓમાં કે મહોલ્લામાં, જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરવી નહીં.
પશુ પ્રદર્શન પર પ્રતિબંધ: કોઈપણ પ્રાણીને શણગારીને એકલા કે સરઘસ આકારે જાહેરમાં લઈ જવા કે ફેરવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આનાથી અન્ય ધર્મ/સમુદાયના લોકોની લાગણી દુભાવાની શક્યતા રહેલી છે.
અવશેષોનો નિકાલ: ‘બકરી ઇદ’ તહેવાર નિમિત્તે કુરબાની પછી જાનવરના માંસ, હાડકા અને અન્ય અવશેષો જાહેરમાં ફેંકવા નહીં. યોગ્ય નિકાલ સુનિશ્ચિત કરવો પડશે.
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
