News of Saturday, 31st May 2025
સાગબારા-ડેડીયાપાડા હાઇવે રોડ થયેલા અકસ્માત માં નરોડા અમદાવાદ ના વ્યક્તિ નું મોત

( ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારા. દેડિયાપાડા માર્ગ પર થયેલા અકસ્માતમાં અમદાવાદના વ્યક્તિનું મોત થયું છે
મળતી માહિતી અનુસાર સાગબારા. દેડિયાપાડા માર્ગ ગતરોજ એક હાઇવા ટ્રક નંબર GJ 16 AW 3708 ના ચાલક કમલેશભાઇ રવિલાલ વસાવા (રહે. રામપરા તા.વાલીયા જી.ભરૂચ )નાઓએ પોતાના કબ્જામાંનો હાઇવા ટ્રક બેદરકારીથી હંકારી અચાનક બ્રેક મારી દેતા તેની પાછળથી આવતી હોંડા કંપનીની એચ.પી.સાઈન મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર GJ 01 VJ 7748 ના ચાલક હેમંત ભીખા સોની ઉ.વ.આ.૪૧ રહે.૧૩-૧-૨, શીતલપાર્ક ગુજરાતી શાળા પાછળ સૈજપુર બૌધા નરોડા અમદાવાદ શહેર નાઓની મોટર સાયકલ આ હાઇવા ટ્રક નંબર GJ 16 AW 3708 ની પાછળના ભાગે અથડાઇ જવાથી તેમને ગંભીર ઇજાઓ થવાથી સારવાર દરમ્યાન તેમનું મોત થતા સાગબારા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
