News of Sunday, 1st June 2025
અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેરઃ રાણીપ વિસ્તારમાં બકરા મંડી પાસે કારચાલકે 3-4 વાહનોને અડફેટે લીધાઃ ૧ની હાલત ગંભીર

અમદાવાદઃ અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે. રાણીપ વિસ્તારમાં બકરા મંડી પાસે પૂરઝડપી કારે ગંભીર અકસ્માત સર્જ્યો છે. કારચાલકે 3-4 વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં 3થી 4 લોકો ઈજાગ્રસ્ત થયા જ્યારે એકની હાલત ગંભીર થઈ છે.
અકસ્માત કરનાર પોલીસ કોન્સ્ટેબલ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. આરોપી કોન્સ્ટેબલ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, પોલીસ કોન્સ્ટેબલ નશામાં હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે. સ્થાનિકોએ કહ્યું કે, 'યુવરાજસિંહ વાઘેલા નામના કોન્સ્ટેબલે અકસ્માત કર્યો'. અકસ્માત કરનારની કારમાં નંબર પ્લેટ પણ ન હતી. પોલીસે અકસ્માતને લઈ વધુ તપાસ શરૂ કરી છે.
ચાર પૈડાની ગાડીનું સ્ટીયરિંગ હાથમાં આવી જતા કેટલાક નબીરાઓ બેફામ બની જાય છે. અને પૂરપાટ ઝડપે ડ્રાવિંગ કરવા લાગે છે. ક્ષણવારનો વિચાર પણ નથી કરતા કે અમારી મજા, કોઈ અન્ય માટે સજા ન બની જાય. અમદાવાદ સહિત રાજ્યભરમાં બેફામ ડ્રાવિંગ કરનારા વાહન ચાલકોની કમી નથી. તેવામાં એક્સીલેટર દબાવીને શખ્સો ગાડીની સ્પીડ તો વધારી દે છે. પણ બાદમાં કાર બેકાબૂ થઈ જાય છે અને અકસ્માત જેવી દુર્ઘટના ઘટે છે. જેમાં અનેક નિર્દોષ લોકો ભોગ બને છે. તો કેટલાક પોતાનો જીવ પણ ગુમાવે છે. અમદાવાદમાં ફરી એકવાર આવી જ ઘટના બની છે
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
