<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

રાજપીપળા એસટી ડેપોમા પાણીની પરબ પરનું કૂલર આકરી ગરમી વચ્ચે બંધ થતા મુસાફરો મુશ્કેલીમાં

લગભગ બે મહિનાથી કૂલર બંધ પડ્યું હોય અને હાલમાં ખતરનાક ગરમી પડતી હોય ત્યાં આવતા જતા મુસાફરોને ઠંડુ પાણી મળતું નથી

( ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં આવેલા જિલ્લાના વડા એસટી ડેપોમા આકરી ગરમીમાં પાણીની પરબ પરનું કૂલર બંધ હોવાથી મુસાફરો તકલીફમાં મુકાયા છે

     રાજપીપળા એસટી ડેપોની પાણીની પરબ પર મુસાફરી અને સ્ટાફ પાણી પીતા હોય છે અને ત્યાં ઠંડુ પાણી પીવા કૂલર પણ છે પરંતુ આ કૂલર લગભગ બે મહિનાથી બંધ હોય જ્યારે હાલમાં ગરમીનો પારો પણ આસમાન પર છે તેવા સંજોગોમા ડેપોમાં ઠંડુ પાણી મળતું નથી અને બે બે મહિના જેવા સમય બાદ પણ આ બંધ કૂલર ચાલુ નહીં થતા ડેપો ની કામગીરી નબળી દેખાઈ છે. ત્યારે આ કૂલર વહેલીતકે ચાલુ થાય અને લોકોને ઠંડુ પાણી મળે તેવી મુસાફરો માંગ કરી રહ્યા છે.
જોકે સત્તાધીશો પાસેથી જાણવા મળ્યા મુજબ બગડેલું કૂલર રીપેર કરવા અમે ફરિયાદ આપી છે પરંતુ હજુ કોઈ ટેક્નિશિયન આવ્યું નથી ટૂંક સમયમાં આ કૂલર રીપેર થઈ.જશે.

(10:29 PM IST)