<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

અમદાવાદમાં વૃક્ષારોપણ અને પર્યાવરણ વિશે વિચારગોષ્‍ઠિ

પૂર્વ એમ.એલ.એ. કાઉન્‍સિલ અને વિવેકાનંદ સંઘનું આયોજન

 

 

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા.૨: ગુજરાત એક્‍સ એમએલએ કાઉન્‍સિલ અને વિવેકાનંદ યુવ સંઘના સંયુક્‍ત ઉપક્રમે ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વળક્ષારોપણ અને જળસંચય જન ભાગીદારી કાર્યક્રમ અંતર્ગત વિચાર ગોષ્ટિ વ્‍યાખ્‍યાન પ્રવચનનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા, પૂર્વ સાંસદ શ્રી હરીનભાઈ પાઠક, પૂર્વ નાણામંત્રી અને એક્‍સ એમએલએ કાઉન્‍સિલના ચેરમેન શ્રી બાબુભાઈ શાહ, પૂર્વ મંત્રીશ્રી ભરતભાઈ બારોટ ઉપસ્‍થિત રહી પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપશે.

કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, રાજ્‍યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ તથા શ્રી જળ સંપતિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાને આ કાર્યક્રમમાં સ્‍વભાગી થવા માટે આમંત્રણ પાઠવેલ છે. કાર્યક્રમ તારીખ ૫ જૂન, ને ગુરૂવારે રાણી સતિ મંદિર, જુના સર્કિટ હાઉસની આગળ, અન્‍ડર બ્રીજ, શાહીબાગ, અમદાવાદ ખાતે સમયઃ સાંજે ૪:૦૦ કલાકે યોજાશે તેમ વિવેકાનંદ યુવા સંઘના પ્રમુખ, રાજ્‍યના પૂર્વ મંત્રી ભરત બારોટ જણાવે છે. (રર.૪)

(10:22 AM IST)